<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

OMG: સોનાથી પણ મોંઘી છે આ પક્ષીની લાળ

સફેદ સોનું કહીને ખરીદી રહ્યાં છે લોકો, એશિયામાં તેની ભારે માંગ છે

નવી દિલ્‍હી તા.૩: સોનાની ચમક કોને ન ગમે? લોકો ઘરેણાં ખરીદવા માટે કેટલાય રૂપિયા પાણીની જેમ વાપરે છે, પરંતુ પ્રકૃતિની એક નાનકડી ચકલી સ્‍વિફટલેટ એ એક એવું માર્કેટ ઊભું કરી દીધું છે કે, જેની આગળ સોનું પણ ઝાંખું પડી જશે. આ પક્ષી તણખલાં નહીં પરંતુ પોતાની ઘાટી લાળથી માળો બનાવે છે, જેને લોકો સફેદ સોના તરીકે ઓળખે છે.

એશિયાના બજારોમાં આ માળાની માગ કોઈ હીરા-જવેરાતથી ઓછી નથી. ચીન અને હોંગકોંગ જેવા દેશોમાં જ્‍યારે તેનું સૂપ બનાવવામાં આવે છે, તો તેની કિમત હજારો-લાખોમાં પહોંચી જાય છે. એક કિલો શુદ્ધ માળો ખરીદવો કોઈ મધ્‍યમ વર્ગના પરિવારના આખા વર્ષના બજેટ બરોબર હોઈ શકે છે. અમીર લોકો તેને પોતાની ઇમ્‍યૂનિટી અને ચમકતી ત્‍વચાનું સિક્રેટ માને છે.

આ પક્ષી પોતાનો માળો ખૂબ જ ઊંચી અને અંધારી જીવનલેણ ગુફાઓમાં બનાવે છે. પોતાની લાળને ખડક પર ચોંટાડીને તે કલાકો સુધી મહેનત કરે છે, જે સૂકાઈને પથ્‍થર જેવી કઠોર થઈ જાય છે. તેની વધતી માગના લીધે આજે ગેરકાયદે તસ્‍કરી અને માળા તોડવાનો ધંધો પણ ઝડપથી વધી રહ્યો છે. આ પક્ષીના માળાની વધતી માગના લીધે તેના અસ્‍તિત્‍વ પર ખતરો પેદા થઈ ગયો છે.

પરંપરાગત ચીની દવાઓમાં તેને પ્રોટીન અને એમીનો એસિડનું પાવરહાઉસ માનવામાં આવે છે. વૃદ્ધો અને બીમાર લોકો તેને સંજીવની સમાન માને છે. જો કે, બજારમાં અસલીના નામે ઘણી નકલી પ્રોડક્‍ટ પણ વેચાઈ રહી છે, જેથી સાવધાન રહેવું જરૂરી છે

(9:45 AM IST)