તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
૨૫મી જૂન ૧૯૭૫ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં જાહેર કરી હતી ઇમરજન્સી
૨૧ મી માર્ચ ૧૯૭૭ સુધી ચાલી હતી કટોકટી, આશરે ૬૩૫ દિવસ ચાલી હતી કટોકટી, કેન્દ્ર સરકાર ૨૫ જૂનને ‘સંવિધાન હત્યા દિવસ' તરીકે પણ યાદ કરે છે

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ આજે ૨૫ મી જુન નો દિવસ છે એટલે ૨૫મી જુન ૧૯૭૫નો દિવસ યાદ આવી જાય...!! આ દિવસે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી એ દેશ માં આંતરિક કટોકટી જાહેર કરી હતી, આવો આપણે સમજીએ આ ઘટના ને.
ભારતના લોકશાહી ઇતિહાસ માં ૨૫ જૂન, ૧૯૭૫નો દિવસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે , આ દિવસે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભલામણ પર રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદ એ ભારતીય બંધારણની કલમ ૩૫૨ હેઠળ દેશમાં આંતરિક કટોકટી જાહેર કરી હતી.
આપણ ને સવાલ થાય કે કટોકટી શા માટે જાહેર કરવામાં આવી...?, તો કટોકટી જાહેર થવા પાછળના મુખ્ય કારણોને જોઈએ જેમાં જયપ્રકાશ નારાયણના નેતળત્વ હેઠળ દેશવ્યાપી ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ચાલી રહ્યું હતું , ઇન્દિરા ગાંધીની ૧૯૭૧ની લોકસભા ચૂંટણીને લઈને અલ્હાબાદ હાઈકોર્ટએ ૧૨ જૂન, ૧૯૭૫ના રોજ તેમનો વિજય અમાન્ય જાહેર કર્યો હતો , વિરોધ પક્ષોએ તેમના રાજીનામા ની માંગ સાથે મોટા પાયે વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા , સરકાર નું કહેવું હતું કે દેશમાં આંતરિક અશાંતિ અને કાયદો-વ્યવસ્થાની ગંભીર સ્થિતિ ઉભી થઈ છે.
કટોકટી દરમિયાન શું થયું એ જોઈએ તો, કટોકટી લાગુ થયા પછી દેશભર માં અનેક મોટા પગલાં લેવામાં આવ્યા , વિરોધ પક્ષના હજજારો નેતા ઓ અને કાર્યકરોની ધરપકડ કરવામાં આવી , પ્રેસ અને મીડિયા પર કડક સેન્સરશિપ લાદવામાં આવી, અભિવ્યક્તિ ની સ્વતંત્રતા અને કેટલાક મૂળભૂત અધિકારો પર -તિબંધ મૂકવામાં આવ્યો , ન્યાયિક પ્રક્રિયા અને રાજકીય પ્રવળત્તિઓ પર પણ અસર પડી , સરકાર દ્વારા શિસ્ત, વિકાસ અને વસ્તી નિયંત્રણ જેવા કાર્યક્રમો પર ભાર મૂકવામાં આવ્યો.
આ કટોકટી ૨૫ જૂન, ૧૯૭૫ થી ૨૧ માર્ચ, ૧૯૭૭ સુધી ચાલી હતી ,કુલ સમયગાળો આશરે ૨૧ મહિના (૬૩૬ દિવસ) હતી, હવે જો આપણે જોઈએ કે કટોકટી નો અંત કેવી રીતે આવ્યો તો જાન્યુઆરી ૧૯૭૭ માં લોકસભા ની ચૂંટણી જાહેર કરવામાં આવી, માર્ચ ૧૯૭૭ માં ચૂંટણી યોજાઈ અને જનતા પાર્ટી ને ઐતિહાસિક જીત મળી. ત્યારબાદ ૨૧ માર્ચ, ૧૯૭૭ના રોજ કટોકટી સમાપ્ત કરવામાં આવી અને દેશમાં ફરી સામાન્ય લોકશાહી વ્યવસ્થા અમલમાં આવી.
કટોકટીનું ઐતિહાસિક મહત્વ આ સમયગાળા ને ભારતીય લોકશાહી માટે સૌથી પડકારજનક સમય માનવામાં આવે છે , ત્યારબાદ બંધારણ માં ૪૪ મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો, જેથી ભવિષ્યમાં કટોકટી જાહેર કરવાની પ્રક્રિયા વધુ કડક અને જવાબદાર બને.
દર વર્ષે ૨૫ જૂનના દિવસે કટોકટીને યાદ કરીને લોકશાહી, બંધારણીય અધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે ચર્ચાઓ થાય છે.
આમ ૨૫ જૂન, ૧૯૭૫ ની કટોકટી ભારતના રાજકીય ઇતિહાસનો એક મહત્વપૂર્ણ અધ્યાય છે. કેટલાક લોકો તેને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે લેવાયેલું જરૂરી પગલું માને છે, જ્યારે અન્ય લોકો તેને લોકશાહી અધિકારો અને નાગરિક સ્વતંત્રતા પર ગંભીર અસર કરનાર સમયગાળો ગણાવે છે. આ ઘટનાનો અભ્યાસ ભારતના બંધારણ, લોકશાહી અને રાજકીય વ્યવસ્થાને સમજવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
