તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
૧૦મેના ઈરાની નાગરિકો વિશ્વભરમાં વિરાટ દેખાવો કરશે
ઈરાનમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ અને ફાંસીના વિરોધમાં અને નિર્દયી શાસન સામે અવાજ બુલંદ કરવા, ઈરાની પ્રજાને નૈતિક સમર્થન આપવા, દુનિયાભરમાં વસતા ઈરાની નાગરિકો દ્વારા આયોજનઃ ઈરાનમાં સામાન્ય નાગરિકો અને લોકશાહીના સમર્થકો પર શાસન દ્વારા આચરવામાં આવતો જુલમ હવે માનવતાની તમામ હદો વટાવી ચૂક્યો

તહેરાનઃ લોકોનો અવાજ દબાવવા, ઈરાનની વાસ્તવિક પરિસ્થિતિ દુનિયાથી છુપાવવા માટે આખા દેશમાં ઈન્ટરનેટ સેવાઓ સદંતર બંધ કરી દેવામાં આવીઃ શેરીઓમાં પોતાના હક માટે ઉતરેલા દેખાવકારોની બેરહેમીથી સામૂહિક ધરપકડોઃ કાયદાની કોઈ પણ પ્રક્રિયાને અનુસર્યા વિના સેંકડો લોકોને ફાંસીના માચડે લટકાવી દેવામાં આર્વ્યાં
ઈરાની શાસન દ્વારા આચરવામાં આવી રહેલા અત્યાચારો, સામૂહિક ધરપકડો અને ઈન્ટરનેટ બંધ કરવાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. રવિવારે વૈશ્વિક મહાસંમેલન બોલાવાયું છે.
ઈરાનમાં સામાન્ય નાગરિકો અને લોકશાહીના સમર્થકો પર શાસન દ્વારા આચરવામાં આવતો જુલમ હવે માનવતાની તમામ હદો વટાવી ચૂક્યો છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાઓ પાસેથી મળતી વિગતો અનુસાર, લોકોનો અવાજ દબાવવા અને દેશની વાસ્તવિક પરિસ્થિતિ દુનિયાથી છુપાવવા માટે આખા દેશમાં ઈન્ટરનેટ સેવાઓ સદંતર બંધ કરી દેવામાં આવી છે. શેરીઓમાં પોતાના હક માટે ઉતરેલા દેખાવકારોની બેરહેમીથી સામૂહિક ધરપકડો કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, કાયદાની કોઈ પણ પ્રક્રિયાને અનુસર્યા વિના અસંખ્ય લોકોને ફાંસીના માચડે લટકાવી દેવામાં આવ્યા છે.
આ ઘાતકી અને દમનકારી પરિસ્થિતિએ આખા ઈરાનને એક ખુલ્લી જેલમાં ફેરવી દીધું છે, જ્યાં લાખો નાગરિકો પોતાના જ દેશમાં બંધક બનીને જીવવા મજબૂર બન્યા છે.
આ નિર્દયી શાસન સામે અવાજ બુલંદ કરવા અને ત્રસ્ત ઈરાની પ્રજાને નૈતિક સમર્થન આપવા માટે વિશ્વભરમાં વસતા ઈરાની નાગરિકોએ એક મોટી ચળવળ શરૂ કરી છે.
આગામી રવિવાર, ૧૦મી મેના રોજ ગ્લોબલ ગેધરિગ ઓફ ઈરાનિયન્સના નેજા હેઠળ અમેરિકા, યુરોપ અને અન્ય મોટા દેશોના શહેરોમાં એકસાથે વિરાટ પ્રદર્શનો યોજવામાં આવશે. આ ઐતિહાસિક વૈશ્વિક ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનના લોકોની પીડાને આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ ઉજાગર કરવાનો છે.
આ ઉપરાંત, પશ્ચિમી દેશો અને યુનાઈટેડ નેશન્સ પર ઈરાની શાસન વિરુદ્ધ વધુ કડક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાદવા અને ત્યાંના નાગરિકોને ન્યાય અપાવવા માટે ભારે દબાણ ઉભું કરવામાં આવશે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
