તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 1st May 2026
બુદ્ધ પૂર્ણિમાના અવસરે હરિદ્વારના હર કી પૌરી ઘાટ પર શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર :ગંગામાં લગાવી આસ્થાની ડૂબકી
સમગ્ર ઘાટ શ્રદ્ધાળુઓના જયઘોષથી ગુંજી ઉઠ્યો: પ્રશાસન દ્વારા ભીડને નિયંત્રિત કરવા માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા

હરિદ્વાર : બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર અવસરે હરિદ્વારના હર કી પૌરી ઘાટ પર શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આ પાવન દિવસે ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવવાનું વિશેષ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. હર કી પૌરી ખાતે ગંગા સ્નાન કરીને શ્રદ્ધાળુઓએ પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. માન્યતા છે કે બુદ્ધ પૂર્ણિમા પર પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. સમગ્ર ઘાટ શ્રદ્ધાળુઓના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો અને પ્રશાસન દ્વારા ભીડને નિયંત્રિત કરવા માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી.
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
