<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

દશેરાના અવસરે ગુજરાતમાં ૫૦૦ કરોડના ફાફડા-જલેબી વેચાયા

માત્ર અમદાવાદ શહેરમાં ૨૦૦ કરોડના ફાફડા જલેબીનું વેચાણ : ઘણી દુકાનોમાં ફાફડાની કિંમત ૧,૪૪૦ રૂપિયા પ્રતિ કિલો તો જલેબીનો ભાવ ૧,૬૨૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો

નવી દિલ્‍હી તા.૨૩: ફાફડાનું નામ આવતા જ મનમાં ગુજરાતીની ગલીઓ આવી જાય છે. દરેક રાજ્‍યમાં કોઈને કોઈ એવું ફુડ હોય છે, જે તેની ઓળખ બની જાય છે. ગુજરાત માટે પણ ફાફડા આવું જ ફુડ છે અને આંકડામાં પણ તેની વાનગી સ્‍પષ્ટ જોવા મળે છે. ગુજરાતીઓને ફાફડા-જલેબી એ હદ સુધી પસંદ છે કે, તેની ઝલક દશેરા પર દેશભરમાં થયેલા વેચાણમાં જોવા મળે છે. આંકડા જણાવે છે કે, માત્ર એક દિવસમાં ગુજરાતમાં લગભગ ૫૦૦ કરોડના ફાફડા-જલેવી વેચાઈ ગયા. માત્ર અમદાવાદમાં જ ૨૦૦ કરોડ રૂપિયાના ફાફડા જલેબીનું થયું.

ગુજરાતીમાં આમ તો ફાફડા-જલેબીની માંગ ઘણી રહે છે. તહેવારો પર આ માંગ વધી જાય છે. ખાસ કરીને દશેરાના અવસરે આ વર્ષે ગુજરાતમાં ૫૦૦ કરોડ રૂપિયાના ફાફડા-જલેબી વેચાયા છે. માત્ર અમદાવાદ શહેરમાં ૨૦૦ કરોડના ફાફડા જલેબીનું વેચાણ થયું છે. તહેવારો પર માત્ર મોટી અને નામચીન દુકાનો પર જ ભીડ નથી દેખાતી, પરંતુ રસ્‍તા કિનારે સ્‍ટોક પર તૈયાર થતા ફાફડા-જલેબીની પણ ખૂબ માંગ રહે છે.

મોંઘવારીએ વેચાણ પર કરી અસરઃ આ વર્ષે દશેરાના મોકા પર ફાફડા જલેબીનું વેચાણ ભલે કરોડોમાં રહ્યું, પરંતુ બજાર જાણકારો પ્રમાણે, આ વેચાણ અંદાજથી ઓછું રહ્યું છે. મોંઘવારી અને પ્રોડક્‍ટ બનાવવાનો ખર્ચ વધવાથી ફાફડા-જલેબીની કિમતોમાં લગભગ ૨૦ ટકાનો ઉછાળો આવ્‍યો છે. અમદાવાદમાં ફાફડા-જલેવી વેચનારા દુકાનદારોનું કહેવું છે કે, કિમતો વધવાના કારણે તેનું વેચાણ લગભગ ૧૦ ટકા ઓછું રહ્યું છે. કાચા માલની વધતી કિમત ઉપરાંત લેબર કોસ્‍ટમાં પણ ઘણો ઉછાળો આવ્‍યો છે, જેના કારણે ફાફડા જલેબીની કિમત ગત વર્ષના મુકાબલે ૨૦ ટકા વધી ગઈ છે.

હાલ કેટલી છે ફાફડા-જલેબીની કિમતઃ અમદાવાદમાં ફાફડાની સરેરાશ કિમત ૯૪૦ રૂપિયા પ્રતિ કિલો અને જલેબી ૧,૦૪૦ રૂપિયા પ્રતિ કિલો છે. ગત વર્ષે ફાફડાની સરેરાશ કિમત ૮૦૦ રૂપિયા પ્રતિ કિલો હતી, જે આ વર્ષે લગભગ ૨૦ ટકા વધી ગઈ છે. ગત વર્ષે જલેબીની સરેરાશ કિમત ૯૦૦ રૂપિયા પ્રતિ કિલો હતી, જે આ વર્ષે ૧,૦૦૦થી ઉપર પહોંચી ગઈ છે. આમાં પણ ૧૦ ટકા ભાવ વધારો દેખાઈ રહ્યો છે.

અમદાવાદના કારોબારીઓનું કહેવું છે કે, ઈનપુટ કોસ્‍ટ ૧૨ ટકા વધી ચૂક્‍યો છે. આમાં માત્ર કાચો માલ જ નહીં લેબર અને ગેસ સિલિન્‍ડરની કિમતો વધવી પણ સામેલ છે. તેના કારણે વેચાણ ૩૫ ટકા સુધી ઘટી ચૂક્‍યું છે. તેમણે જણાવ્‍યું કે, ઘણી દુકાનોમાં ફાફડાની કિમત ૧,૪૪૦ રૂપિયા પ્રતિ કિલો તો જલેબીનો ભાવ ૧,૬૨૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો. ગુજરાત મિઠાઈ તેમજ ફરસાણ એસોસિએશનના અધ્‍યક્ષ કમલેશ કન્‍દોઈએ જણાવ્‍યું કે, કેટલીક દુકાનો પર માંગ ઓછી છે અને કેટલીક વધારે પરંતુ કુલ મળીને આ વર્ષે વેચાણમાં ઘટાડો આવ્‍યો છે.

 

(10:10 AM IST)