તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
દિવાળીના બીજા જ દિવસે દિલ્હીની હવા અત્યંત ઝેરી બની, અનેક વિસ્તારોમાં એક્યુઆઈ 440 ને વટાવી ગયો તથા ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી
રાષ્ટ્રીય રાજધાનીમાં દિવાળીના ઉત્સવ પછી પ્રદૂષણનું સ્તર ગંભીર શ્રેણીની નજીક પહોંચી ગયું છે, જેના કારણે ગ્રેપના ત્રીજા તબક્કાના કડક પ્રતિબંધો અમલમાં છે.

નવી દિલ્હી : દિવાળીના ઉત્સવના બરાબર એક દિવસ પછી સોમવારની સવારે દિલ્હીની હવામાનની ગુણવત્તામાં ભારે ઘટાડો જોવા મળ્યો, અનેક સ્થળોએ એર ક્વોલિટી ઇન્ડેક્સ અર્થાત એક્યુઆઈ 400 ના આંકડાને પાર કરી ગયો. રાષ્ટ્રીય રાજધાનીના અનેક વિસ્તારોમાં સવારના વહેલા પ્રહરોમાં ગાઢ ધુમ્મસ અને સ્મોગ છવાઈ ગયો હતો, જેનાથી દૃશ્યતા એટલે કે વિઝિબિલિટીમાં મોટો ઘટાડો થયો અને નાગરિકોની ચિંતાઓમાં વધારો થયો છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોડના ડેટા મુજબ, ગાઝીપુરની આસપાસ એક્યુઆઈ 418 નોંધાયો હતો, જેને ગંભીર શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે, જ્યારે અક્ષરધામની આસપાસ તે 337 હતો જે અત્યંત ખરાબ શ્રેણીમાં આવે છે. દિલ્હીના અનેક મોનિટરિંગ સ્ટેશનોએ 400 થી ઉપર એક્યુઆઈ સ્તર નોંધ્યું છે. બુરાડી ક્રોસિંગ પર સૌથી વધુ 441 નો આંકડો નોંધાયો હતો, ત્યારબાદ વિવેક વિહારમાં 437, દિલ્હી ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં 434, ઉત્તર કેમ્પસ અને જહાંગીરપુરીમાં 433 તથા રોહિણીમાં 430 નોંધાયા છે.
મુંબઈમાં પણ ધુમ્મસભરી સ્થિતિ જોવા મળી હતી, જ્યાં બાંદ્રા અને કલાનગર વિસ્તારોમાં ખરાબ હવાના કારણે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. મોનિટરિંગ ડેટા અનુસાર ખેેરવાડી બાંદ્રા પૂર્વમાં એક્યુઆઈ 264 નોંધાયો હતો, ત્યારબાદ સેવરીમાં 226 અને ઘાટકોપરમાં 221 નોંધાયો હતો. ઉત્તર પ્રદેશના લખનૌમાં પણ સવારે ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી.
સીપીસીબીના વર્ગીકરણ મુજબ શૂન્યથી પચાસ વચ્ચેનો એક્યુઆઈ સારો, જ્યારે ચારસો એકથી પાંચસો વચ્ચેનો ગંભીર ગણાય છે. સીક્યુએમ દ્વારા લેવાયેલા નિર્ણય બાદ ગ્રેપનો ત્રીજો તબક્કો અમલમાં છે, જેના હેઠળ પ્રદૂષણ નિયંત્રણના વધારાના પગલાં, કડક અમલીકરણ અને સંબંધિત એજન્સીઓને હવામાનની ગુણવત્તા વધુ બગડતી અટકાવવા માટે ખાસ નિર્દેશો આપવામાં આવ્યા છે.
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
