News of Friday, 17th April 2026
ચરાડવા શ્રી મહાકાળી આશ્રમે રવિવારે પૂ.દયાનંદગીરીજી મહારાજની પ્રેરણાથી ગુરૂ આશીર્વાદ સમુહ લગ્નોત્સવ
દિકરીનું સ્વરૂપ લઇ ઇશ્વરને અનરાધાર વરસવાનું મન થયુ....ધન્યએ મા-બાપ, ધન્ય એ ઘર- જયાં દિકરીને અવતરવાનું મન થયુ.... : પૂ.અમરગીરીજી મહારાજના સાનિધ્યમાં તડામાર તૈયારીઃ સ્વ.કમલેશભાઇ રાવલના સ્મરણાર્થે આયોજનઃ બાવન નવદંપતિ લગ્નગ્રંથીથી જોડાશેઃ સંતો આર્શિવચન પાઠવશેઃ પરસોતમભાઇ રૂપાલા, કાંતિભાઇ અમૃતિયા, ત્રિકમભાઇ છાંગા, જીતુભાઇ વાઘાણી સહિતના હાજરી આપશે

રાજકોટ, તા.૧૬: અસંખ્ય ભાવિકોના આસ્થાના પ્રતિક મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ખાતેના ચરાડવા દેવળીયા રોડ ઉપર આવેલા શ્રી મહાકાળી આશ્રમે બ્રહ્મલીન પૂ. સંત શ્રી દયાનંદગીરીજી મહારાજના રૂડા આશિવાદથી પ.પૂ. મહંત શ્રી આમરગીરીજી મહારાજના સાનિધ્યમાં તા.૧૯-૪-૨૦૨૬ને રવિવારે શ્રી મહાકાળી આશ્રમે ગુરૂ આર્શિવાદ સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરાયુ છે. જેમાં ૧૦ હજારથી વધુ લોકો આવશે અને ભોજન પ્રસાદનો લાભ લેશે. આ સમુહ લગ્નોત્સવમાં બાવન દિકરીઓને સાસરે વળાવાશે.
જગત જનની શ્રી મહાકાળી માતાજીની અસીમ કૃપાથી શ્રી અનંત વિભુષિત શ્રીમદ્ સદગુરૂ પઉપૂ. બ્રહ્મલીન સંત શ્રી દયાનંદગીરીજી મહારાજના પરમ શિષ્ય મહંત શ્રી અમરગીરીજી મહારાજન પ્રેરણાથી સ્વ. કમલેશભાઇ ઉદયશંકર રાવલના સ્મરણાર્થે તેમના સુપુત્ર શ્રી દિવ્યાંગભાઇ કમલેશભાઇ રાવલ તથા રાવલ પરિવાર તરફથી શ્રી મહાકાળી આશ્રમે બ્રહ્મલીન પૂ. દયાનંદગીરીજી મહારાજના આર્શિવાદથી અને પૂ. અમરગીરીજી મહારાજના સાનિધ્યમાં તા.૧૯-૪-૨૬ને રવિવારે ભવ્ય સમુહ લગ્નોત્સવ યોજાશે.
જે અંતર્ગ તા. ૧૮ને શનિવારે સવારે ૮ વાગ્યે. શ્રી ગણેશજીની સ્થાપના, રાત્રે ૯ વાગ્યે દાંડીયા રાસની ભુમી આહિર અને રાજેશ આહિર સંગ રમઝટ તા.૧૯-૪-૨૬ને રવિવારે સવારે ૭ વાગ્યે જાન આગમન સવારે ૯ વાગ્યે હસ્ત મેળાપ બપોરે ૧૧ વાગ્યે ભોજન સમારંભ, બપોરે ૨ વાગ્યે સંતોના આર્શિવચન તથા સાંજે ૪ વાગ્યે જાનવિદાય લેશે.
ભવ્ય સમુહલગ્નમાં પ.પૂ. મહંત શ્રી ભારદ્વાજગિરીબાપુ (મુખ્ય સંરક્ષક આવાહન અખાડાના શ્રી સિધ્ધ ગણેશ આશ્રમ મોટા ખુંટ વાડા) મહંત થાનપતિ શ્રી વિજયપુરી મહારાજ (ડાંગિયા) ગુજરાત શ્રી શંભુ પંચ દશનામ (આવાહન અખાડા) પ.પૂ. માં શ્રી કનકેશ્વરીદેવીજી (શ્રી ખોખરા હનુમાનજી મંદિર-ખોખરા-મોરબી) પ.પૂ. રામેશ્વરબાપુ હરીયાણી (વકતાશ્રી અમદાવાદ) પ.પૂ. શ્રી હંસાગીરી માતાજી (ગિરનારી આશ્રમ, લીલાપર, મોરબી) ઉપસ્થિત રહેશે.
આ તકે રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલા સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઇ શિહોરા, રાજયમંત્રીઓ જીતુભાઇ વાઘાણી, ત્રિકમભાઇ છાંગા, કાંતીભાઇ અમૃતિયા ધારાસભ્યે પ્રકાશભાઇ વરમોરા, ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંતભાઇ કોરાટ, પૂર્વ મંત્રીઓ જયંતિભાઇ કવાડીયા, બ્રિજેશભાઇ મેરજા, ગુજરાત પ્રદેશ ભાજપના સહકોષધ્યક્ષ મોહનભાઇ કુંડારીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઇ મેરજા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઇ રાજકોટીયા, મોરબી ભાજપના મહામંત્રી તપનભાઇ દવે ઉપસ્થિત રહેશે.
આ સમુહલગ્નમાં બાવન નવદંપતિ પ્રભુતામાં પગલા પાડશે. સમુહલગ્નમાં દિકરીઓને સોના-ચાંદીના દાગીના, ફ્રીઝ, વોશીંગ મશીન સહિત ૮૦ જેટલી ચીજવસ્તુઓ આપવામાં આવશે.
સમુહલગ્નનું આયોજન બ્રહ્મલીન પૂ.દયાનંદગીરીજી મહારાજના આર્શિવાદથી મહંત પૂ.અમરગીરીજી મહારાજ દ્વારા કરાયુ છે.
આયોજક હીરાભાઇ રાજાભાઇ ભરવાડ, ડાહયાભાઇ ઝાલાભાઇ ભરવાડ (નીજાનંદ ગ્રુપ), મિહીરરાજસિંહ ઝાલા (મો.૮૫૩૦૮ ૬૩૯૬૩), સુખદેવસિંહ જે. પઢિયાર (મો.૯૭૨૪૧ ૮૩૫૭૫) મયુરસિંહ પઢિયાર (વકિલ) મો.૯૮૭૯૪ ૬૭૭૪૭, રાજેશભાઇ ડી. પટેલ (મો. ૯૭૨૭૩ ૭૯૫૦૦), તેજસભાઇ કે. સોલંકી (મો.૯૬૩૮૯ ૫૨૮૨૦), હર્ષિતરાજ ડી. ઝાલા (ચિન્ટુભાઇ) મો.૯૬૬૪૬ ૧૪૩૬૪ છે.

(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
