News of Friday, 23rd October 2026
સુહાગરાતે દુલ્હને વરરાજાને પીવડાવ્યું દૂધ, ઘૂંઘટ ઊંચો કરતા જ થયો બેભાન, સવારમાં ઊઠીને જોયું તો ઊડી ગયા હોંશ
ઉત્તર પ્રદેશમાં એક લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો : સવારે જ્યારે ભાન આવ્યું ત્યારે ખબર પડી કે રોકડ સહિત આશરે ૫ લાખ રૂપિયાનાં ઘરેણાં લઈ દુલ્હન ગાયબ

અમરોહા તા.૨૩: ઉત્તર પ્રદેશના અમરોહામાં એક દુલ્હને સુહાગરાતે વરરાજાને લૂંટી લીધો. પહેલાં તેને દૂધ પીવડાવ્યું અને પછી ઘૂંઘટ ઉઠાવ્યો. વરરાજાએ દુલ્હનનો ચહેરો જોયો કે તરત જ તે બેભાન થઈ ગયો. બીજા દિવસે સવારે ઊંઘ ઊડી ત્યારે વરરાજાના હોશ ઊડી ગયા હતા. હકીકતમાં, દુલ્હને દૂધમાં બેભાન કરવાની દવા ભેળવી હતી. દૂધ પીધા બાદ દવાની અસર થવા લાગી હતી, પરંતુ ઘૂંઘટ ઉઠાવ્યા બાદ તે બેભાન થઈ ગયો હતો. વરરાજા બેભાન થતાં જ દુલ્હન રોકડ સહિત આશરે ૫ લાખ રૂપિયાનાં ઘરેણાં લઈને ફરાર થઈ ગઈ હતી.
બીજા દિવસે સવારે વરરાજાની ઊંઘ ઊડી ત્યારે તે આヘર્યચકિત થઈ ગયો હતો. તેણે જોયું કે દુલ્હન ગાયબ હતી. ઘરમાંથી રોકડ અને ઘરેણાં પણ ગાયબ હતાં. ત્યારે તેને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. જાણવા મળ્યું કે પીડિત યુવકના લગ્ન વચેટિયા મારફતે પાડોશના ગામમાં રહેતી એક મહિલા સાથે થયાં હતાં. મહિલા પહેલેથી જ પરણેલી હતી અને તેને અગાઉથી ૨ બાળકો હતાં. તેણે પોતાના પહેલા પતિને મૃત ગણાવીને બીજા લગ્ન કર્યાં હતાં.
આ ઘટના બાદ હસનપુર કોતવાલી વિસ્તારના ગંગા ચોલી ગામના પીડિત યુવક દિનેશ કુમારે આરોપી દુલ્હન સામે એફઆઈઆર નોંધાવી છે. તેણે પોલીસને જણાવ્યું કે આરોપી મહિલાએ પોતાના જીવિત પતિને મૃત ગણાવીને વચેટિયા સાથે મળીને તેની સાથે બીજા લગ્ન કર્યાં હતાં. લગ્નની રાત્રે દૂધમાં નશાની ગોળીઓ ભેળવીને તેને બેભાન કરી દીધો હતો. ત્યારબાદ આશરે ૫ લાખ રૂપિયાનાં સોના-ચાંદીનાં ઘરેણાં અને ૧૦ હજાર રૂપિયા રોકડા લઈને ફરાર થઈ ગઈ હતી. પીડિતે પોલીસમાં ફરિયાદ કરીને કાર્યવાહી કરવાની માગ કરી છે.
પીડિત દિનેશના જણાવ્યા મુજબ, તેણે ૧૯ ઓક્ટોબરે પાડોશના ગામમાં રહેતી એક મહિલા સાથે લગ્ન કર્યાં હતાં. મહિલા ૨ બાળકોની માતા છે, જ્યારે દિનેશનાં આ પ્રથમ લગ્ન હતાં. લગ્ન પહેલાં તેને જણાવવામાં આવ્યું હતું કે મહિલાના પહેલા પતિનું મૃત્યુ થઈ ગયું છે. દિનેશે ધામધૂમથી લગ્ન કર્યાં હતાં અને દુલ્હનને સોના-ચાંદીનાં કિમતી ઘરેણાં પણ આપ્યાં હતાં.
આરોપ છે કે લગ્નની રાત્રે મહિલાએ સૂતાં પહેલાં દિનેશને દૂધમાં નશાની ગોળીઓ ભેળવીને પીવડાવ્યું હતું. દૂધ પીધા બાદ તે ગાઢ ઊંઘમાં સરી પડ્યો હતો. આ દરમિયાન મહિલા ઘરમાં રાખેલાં આશરે ૫ લાખ રૂપિયાનાં ઘરેણાં અને ૧૦ હજાર રૂપિયા લઈને પોતાનાં બંને બાળકો સાથે ફરાર થઈ ગઈ હતી. સવારે આંખ ખૂલતાં દિનેશને ઘરની વસ્તુઓ વેરવિખેર જોવા મળી અને દુલ્હન ગાયબ હતી. તે સાસરે પહોંચ્યો ત્યારે જાણવા મળ્યું કે મહિલાનો પહેલો પતિ જીવિત છે
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
