<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

'વન નેશન, વન ગ્રાહક ID': હવે દરેક નાણાકીય સેવા માટે અલગ KYC માંથી મુક્તિ : CKYC 2.0 થી દેશના નાણાકીય ક્ષેત્રમાં મોટી ક્રાંતિ!

ઓગસ્ટથી ભારતમાં અમલમાં આવી રહી છે સેન્ટ્રલ કેવાયસી 2.0 સિસ્ટમ : બેંકિંગ, વીમો અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે વારંવાર દસ્તાવેજો આપવાની વિટંબણાનો કાયમી અંત આવશે

નવી દિલ્હી:  ભારતના નાણાકીય ક્ષેત્રમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ફેરફાર થવા જઈ રહ્યો છે, જે દેશના લાખો ગ્રાહકો માટે બેંકિંગ અને રોકાણની પ્રક્રિયાને એકદમ સરળ બનાવી દેશે. ઓગસ્ટ મહિનાથી દેશમાં 'સેન્ટ્રલ નો-યોર-કસ્ટમર 2.0'  સિસ્ટમ કાર્યરત થવાની પૂરી શક્યતા છે. આ નવી પદ્ધતિ હેઠળ હવે બેંક ખાતું ખોલાવવું હોય, વીમા પોલિસી લેવી હોય કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય, દરેક જગ્યાએ અલગ-અલગ ગ્રાહક ID યાદ રાખવા કે વારંવાર દસ્તાવેજો સબમિટ કરવાની ઝંઝટમાંથી ગ્રાહકોને કાયમી મુક્તિ મળશે.

આ સંકલિત ડિજિટલ ઓળખ માળખા પર છેલ્લા 10 વર્ષથી કામ ચાલી રહ્યું હતું, જે સિંગાપોર અને યુરોપના અનેક અગ્રણી દેશોની તર્જ પર વિકસાવવામાં આવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ,  સેબી  અને ઇરડા ) જેવા તમામ મુખ્ય નિયમનકારો સાથે મળીને આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. હવે ગ્રાહકે માત્ર એક જ વાર પોતાની સંમતિ આપવાની રહેશે, જેના આધારે બેંકો કે નાણાકીય સંસ્થાઓ કેન્દ્રીય રજિસ્ટ્રીમાંથી ડેટા આપોઆપ મેળવી લેશે. આનાથી ગ્રાહકોના સમયની બચત સાથે છેતરપિંડી અને બનાવટી કાગળોના ઉપયોગ પર પણ મોટો અંકુશ આવશે.

વિશ્વ બેંકના આંકડા મુજબ ભારતમાં 89% યુવાનો પાસે બેંક ખાતા છે, પરંતુ વીમા અને મ્યુચ્યુઅલ ફંડમાં તેમની ભાગીદારી ખૂબ ઓછી છે. સીકેવાયસી 2.0 ની રજૂઆતથી આ સ્થિતિમાં મોટો સુધારો આવશે. નવી સિસ્ટમમાં દરેક રેકોર્ડ સાથે 'કોન્ફિડન્સ સ્કોર' જોડાયેલો રહેશે, જે ડેટાની ચોકસાઈની ખાતરી આપશે. SBI ફંડ્સ મેનેજમેન્ટના જોઈન્ટ CEO ડીપી સિંહના જણાવ્યા મુજબ, માત્ર SBI પાસે જ 50 કરોડથી વધુ બેંક ખાતા ધરાવતા ગ્રાહકો છે. આ સરળ ડિજિટલ પ્રક્રિયા બાદ જો બેંક ગ્રાહકોનો નાનો હિસ્સો પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું શરૂ કરશે, તો દેશના શેરબજાર અને નાણાકીય ઇકોસિસ્ટમમાં જંગી મૂડીરોકાણ આવશે.

(8:10 PM IST)