તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
અમેરિકામાં મત ચોરી પકડાવનારને મળશે ૧૦ લાખ ડોલરનું ઈનામ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વની જાહેરાત કરી : હાઉસની ૪૩૫ બેઠકોની આ લડાઈમાં તેમણે પુખ્ત નાગરિકોને ૫૦૦૦ ડોલર આપવાનો વાયદો પણ કર્યો

વોશીંગ્ટન તા.૨૭: અમેરિકામાં ૩ નવેમ્બર ૨૦૨૬ ના રોજ યોજાનારી નિર્ણાયક મિડટર્મ ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. હાલમાં સામે આવેલી માહિતી અનુસાર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં કથિત મત ચોરી અને બોગસ વોટિગના નક્કર પુરાવા રજૂ કરનાર વ્યક્તિને ૧૦ લાખ ડોલર એટલે કે આશરે રૂા. ૯ કરોડનું રોકડ ઈનામ આપવાની સનસનાટીભરી જાહેરાત કરી છે. ટ્રમ્પના આ આક્રમક વલણથી અમેરિકી સત્તાના ગલિયારાઓમાં નવો રાજકીય ભૂકંપ સર્જાયો છે.
અમેરિકાના રાજકીય માહોલમાં ચૂંટણીની પારદર્શિતા, બેલેટ પેપર્સ અને વોટિગ સિસ્ટમ પર લાંબા સમયથી સવાલો ઉઠતા રહ્યા છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રક્રિયામાં છેડછાડ કરનારાઓ સામે ખુલ્લો મોરચો માંડ્યો છે.
તેમણે જાહેરાત કરી છે કે અગાઉની સામાન્ય ચૂંટણીઓ કે આગામી મિડટર્મ ચૂંટણીમાં જ્યાં પણ મત ચોરી થઈ હોય તેના સચોટ પુરાવા આપનારને ૧ મિલિયન ડોલર (૧૦ લાખ ડોલર) આપવામાં આવશે. આ સાથે જ તેમણે ચેતવણી આપી છે કે વોટર ફ્રોડ આચરનારા ગુનેગારોને પકડીને કાયદાકીય રીતે કડકમાં કડક જેલની સજા કરાવવામાં આવશે.
પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ (Truth Social) પર લાંબી પોસ્ટ લખીને ટ્રમ્પે આ મોટા ઈનામની વિગતો આપી હતીઃટ્રમ્પે લખ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકામાં વોટર ફ્રોડના ગંભીર કેસો બન્યા છે, જેમાં મૃત્યુ પામેલા લોકોના નામે પણ ગેરકાયદેસર મત નાખવામાં આવ્યા હતા.જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે ૧૦ લાખ ડોલરનું આ ઈનામ માત્ર તે જ વ્યક્તિને મળશે જેમના પુરાવાથી કોર્ટ કે તપાસ એજન્સી સમક્ષ ગુનો સાબિત થઈ શકે.
આ રકમ કઈ સરકારી ગ્રાન્ટ કે અંગત ફંડમાંથી ચૂકવવામાં આવશે તે અંગે કોઈ ચોક્કસ ખુલાસો પોસ્ટમાં કરાયો નથી, પરંતુ તેમણે નાગરિકોને આ અભિયાનમાં સમર્થન આપવા અપીલ કરી છે.
અમેરિકામાં રાષ્ટ્રપતિના ૪ વર્ષના કાર્યકાળના બરાબર અડધા સમયગાળા એટલે કે ૨ વર્ષ પૂર્ણ થતાં મિડટર્મ ચૂંટણી યોજાય છે
આ ચૂંટણી ૩ નવેમ્બર ૨૦૨૬ ના રોજ યોજાનાર છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ વહેલા મતદાન (અર્લી વોટિગ) મારફતે પોતાનો મત આપી ચૂક્યા છે.
આ ચૂંટણી નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ ની તમામ ૪૩૫ બેઠકો અને સેનેટ (Senate) ની એક-તૃતીયાંશ (આશરે ૩૩ થી ૩૪) બેઠકો માટે યોજાય છે.
આ ચૂંટણી પ્રમુખ અને તેમની સરકારના બે વર્ષના કામકાજનું રીપોર્ટ કાર્ડ ગણાય છે. જો જનતા સરકારથી નારાજ હોય તો વિપક્ષી ડેમોક્રેટ્સ સંસદના બંને ગૃહો પર બહુમતી મેળવી શકે છે, જેનાથી પ્રમુખનું વહીવટી તંત્ર પંગુ બની શકે છે.
સત્તા બચાવવા માટે ટ્રમ્પના મોટા ચૂંટણી વાયદાઃ ૫૦૦૦ ડોલર અને સૈનિકોનું વળતર કોંગ્રેસના બંને ગૃહોમાં રિપબ્લિકન પાર્ટીની બહુમતી ટકાવી રાખવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે મતદારોને આકર્ષવા માટે મોટા વચનો આપ્યા છેઃજો રિપબ્લિકન પક્ષ હાઉસ અને સેનેટ બંનેમાં સત્તા જાળવી રાખશે તો દરેક પુખ્ત વયના અમેરિકન નાગરિકને ૫૦૦૦ ડોલરની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.નોર્થ કેરોલિનાના મિલિટરી બેઝ (કેમ્પ લેજેયુન) ખાતે ઝેરીલા અને દૂષિત પાણીની અસર હેઠળ આવીને ગંભીર બીમારીઓનો ભોગ બનેલા પૂર્વ સૈનિકોને ન્યાયપૂર્ણ વળતર આપવાનો દાવો પણ ટ્રમ્પે કર્યો છે.
મત ગણતરી અને વોટિગમાં થતી છેતરપિડી રોકવા માટે એક નવો અને અત્યંત કડક ફેડરલ કાયદો ઘડવાની ખાતરી પણ આપવામાં આવી છે. ઐતિહાસિક ટ્રેન્ડ અને અમેરિકી સંસદ પર કબજાનું રાજકીય સમીકરણ
અમેરિકી ચૂંટણીઓના ઇતિહાસ પર નજર કરીએ તો સામાન્ય રીતે મિડટર્મમાં સત્તાધારી પક્ષને મોટો ફટકો પડતો આવ્યો છે અને વિરોધ પક્ષ સંસદ પર નિયંત્રણ મેળવી લેતો હોય છે. જો ડેમોક્રેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ કે સેનેટ પર કબ્જો જમાવે તો ટ્રમ્પ સરકારના બજેટ બિલ, આંતરરાષ્ટ્રીય નીતિઓ અને જજોની નિમણૂકો અટકી શકે છે. આ જ કારણથી ટ્રમ્પે વોટર ફ્રોડનો મુદ્દો ઉઠાવીને પોતાના પાયાના મતદારોને એકત્રિત કરવાનો પૂરજોશ પ્રયાસ કર્યો છે
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
