<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

ઓનલાઈન રિટેલ માર્કેટ વર્ષાન્‍તે ૯૦ અબજ ડોલરને પાર જશે

વૃદ્ધિ મુખ્‍યત્‍વે મોબાઇલ ફોન કરતાં કરિયાણા જેવી રોજિંદા આવશ્‍યક ચીજવસ્‍તુઓની વધતી માંગને કારણે

નવી દિલ્‍હી,તા.૨૧: ભારતનું ઓનલાઈન રિટેલ બજાર ૨૦૨૬ સુધીમાં ૯૦ અબજ અમેરિકન ડોલરને પાર પહોંચી જાય તેવો અંદાજ છે. તેંમાં વાર્ષિક ૨૨-૨૪ ટકાનો વધારો નોંધાય તેવી સંભાવના છે. જે પાંચ વર્ષમાં સૌથી ઝડપી તેજી છે.

રેડસીર સ્‍ટ્રેટેજી કન્‍સલ્‍ટન્‍ટ્‍સના એક રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે આ વૃદ્ધિ મુખ્‍યત્‍વે મોબાઇલ ફોન કરતાં કરિયાણા જેવી રોજિદા આવશ્‍યક ચીજવસ્‍તુઓની વધતી માંગને કારણે છે.

વિશ્‍લેષણ મુજબ, ૨૦૨૬ના પ્રથમ છ મહિનામાં ઈ-કોમર્સ ગ્રોસ મર્ચેન્‍ડાઇઝ વેલ્‍યુ (જીએમવી) વાર્ષિક ધોરણે લગભગ ૨૫ ટકા વધીને લગભગ ૩૮ અબજ અમેરિકન ડોલર થઈ ગઈ, જે ચાર વર્ષમાં તેનું સૌથી મજબૂત છમાસિક પ્રદર્શન છે. ઓનલાઈન રિટેલમાં તેજી વચ્‍ચે પ્રથમ છ મહિના દરમિયાન મોબાઈલ વેચાણ સ્‍થિર રહ્યું અને આખા વર્ષ માટે માત્ર ૨-૩ ટકા વધવાનો અંદાજ છે, જેમાં તીવ્ર ભાવ વધારાથી વેચાણ વોલ્‍યુમ મર્યાદિત છે.

આ સંદર્ભમાં કરિયાણા સેગમેન્‍ટ ફેશનને પાછળ છોડીને ભારતીય ઈ-કોમર્સમાં બીજા ક્રમનું સૌથી મોટું સેગમેન્‍ટ બનવા માટે મોબાઇલ ફોનને પાછળ છોડી દેવાની તૈયારીમાં છે. રિપોર્ટ અનુસાર, ૨૦૨૬માં કુલ ઓનલાઈન રિટેલ જીએમવીમાં કરિયાણા, સૌંદર્ય અને પર્સનલ કેર અને ગૃહ સજાવટ અને ફર્નિચરનો હિસ્‍સો લગભગ ૪૦ ટકા હશે.

પરિણામે, કરિયાણાનો સેગમેન્‍ટ ફેશન પછી ભારતીય ઈ-કોમર્સમાં બીજા ક્રમની સૌથી મોટી કેટેગરી બનવા માટે તૈયાર છે. રેડસીરના પાર્ટનર કુશાલ ભટનાગરે કહ્યું હતું કે આ વર્ષે ભારતનો ઓનલાઈન રિટેલ સૌથી ઝડપથી વધી રહ્યો છે જ્‍યાં માંગ સ્‍થિર છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું હતું કે એકલા કરિયાણાનો હિસ્‍સો ઉમેરવામાં આવેલા જીએમવીના લગભગ ત્રીજા ભાગનો હોવાનો અંદાજ છે, જે આખા વર્ષ માટે ૫૦-૫૩ ટકા વધશે અને ૨૦૨૫માં ૧૬ ટકાથી વધીને ૨૦૨૬માં તેનો બજાર હિસ્‍સો ૧૯ ટકા થશે.

ગયા વર્ષે કુલ વેચાણમાં લગભગ ૧૯ ટકા હિસ્‍સો ધરાવતા મોબાઇલનો બજાર હિસ્‍સો ઘટીને આશરે ૧૬ ટકા થવાની ધારણા છે. ૨૦૨૬માં બીપીસી ૩૬-૩૯ ટકા વધવાનો અંદાજ છે, જ્‍યારે ઘર અને ફર્નિચર ૩૧-૩૪ ટકા વધવાનો અંદાજ છે.

૨૦૨૬ના પ્રથમ છ મહિનામાં ઇલેક્‍ટ્રોનિક્‍સમાં ૨૨ ટકાનો સુધારો થયો હતો. રેડસીરે આ વધારાને પ્રી-લોડેડ માંગને આભારી ગણાવી હતી, જે સપ્‍ટેમ્‍બર ૨૦૨૫માં મોટા ઉપકરણો પર ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્‍યો હતો. બીજા છ મહિનામાં ઇલેક્‍ટ્રોનિક્‍સ સેગમેન્‍ટમાં વૃદ્ધિ સામાન્‍ય થઈને ૧૨-૧૫ ટકા થવાની ધારણા છે.

દિવાળી પહેલાના ૩૦-૩૫ દિવસના સમયગાળા માટે ઓનલાઈન વેચાણ વાર્ષિક ધોરણે લગભગ ૨૫ ટકા વધીને ૧૫-૧૬ અબજ ડોલર સુધી પહોંચવાની આગાહી છે, જે પાંચ વર્ષમાં સૌથી મજબૂત વૃદ્ધિ દર્શાવે છે

(10:12 AM IST)