<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

આસામ વિધાનસભામાં કોંગ્રેસના 19 ધારાસભ્યોમાંથી માત્ર 1 હિંદુ ધારાસભ્ય, પક્ષની ઉમેદવાર પસંદગીની રણનીતિ અને ટિકિટ વહેંચણી પર ઉઠ્યા ગંભીર સવાલો

19માંથી 18 બેઠકો પર લઘુમતી સમુદાયના ઉમેદવારોને ટિકિટ આપવા મુદ્દે રાજકીય ગરમાવો, વિપક્ષે ધાર્મિક ધ્રુવીકરણનો આરોપ લગાવ્યો, કોંગ્રેસે જીતવાની ક્ષમતાને આધાર ગણાવ્યો

ગુવાહાટી, તા. 5  : આસામ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષની ઉમેદવાર પસંદગીની રણનીતિને લઈને મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના કુલ 19 ધારાસભ્યોમાંથી માત્ર 1 જ હિંદુ ધારાસભ્ય હોવાના આંકડા સામે આવતા પક્ષની ટિકિટ વહેંચણી પર સવાલો ઉઠી રહ્યા છે.

 

પ્રાપ્ત માહિતી મુજબ, આસામમાં કોંગ્રેસ પક્ષે ચૂંટણી વખતે ઉમેદવારોની પસંદગીમાં ચોક્કસ સમુદાયને વધુ પ્રાધાન્ય આપ્યું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. 19માંથી 18 બેઠકો પર લઘુમતી સમુદાયના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી, જ્યારે માત્ર એક જ બેઠક પર હિંદુ ઉમેદવાર જીતી શક્યો છે.

 

વિપક્ષે કોંગ્રેસ પર ધાર્મિક ધ્રુવીકરણનો આરોપ લગાવતા કહ્યું છે કે પક્ષની આ રણનીતિ રાજ્યના સામાજિક સમીકરણોને અસર કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસે આ આરોપોને ફગાવતા કહ્યું છે કે ઉમેદવારોની પસંદગી જીતવાની ક્ષમતાના આધારે કરવામાં આવી હતી.

 

આ મુદ્દે આસામના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને આગામી ચૂંટણીમાં આ સમીકરણો મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેવી ચર્ચા છે.

(3:23 PM IST)