તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
દુનિયાનો એકમાત્ર દેશ, જ્યાં શાકભાજીની જેમ ભરાય છે ચલણી નોટોની માર્કેટ
એક થેલો ભરીને શાકભાજી ખરીદવા માટે લોકોને નોટોથી ભરેલો થેલો લઈને બજારમાં જવું પડે છે

નવી દિલ્હી તા.૧૧: આજના સમયમાં દુનિયાના મોટાભાગના દેશોમાં ડિઝિટલ પેમેન્ટ ઝડપથી વધી રહ્યું છે. ભારતમાં પણ UPIએ રોકડ વ્યવહારની જરૂરિયાત ઘણી ઓછી કરી નાખી છે. પરંતુ શું તમે જાણો છો કે, દુનિયામાં એક એવો દેશ છે, જ્યાં લોકો ડિઝિટલ પેમેન્ટ એટલા માટે કરે છે, કેમ કે ત્યાં રોકડ લઈને બહાર નીકળવું લગભગ અશક્ય છે. આ માર્કેટમાં ફળ-શાકભાજીથી વધુ નોટોના બંડલ જોવા મળે છે. નાની ખરીદી માટે પણ લોકોને થેલા ભરીને નોટો લઈ જવી પડે છે.
અમે વાત કરી રહ્યાં છીએ સોમાલીલેન્ડની, જે ઉત્તર આફ્રિકામાં અદનની ખાડી પાસે આવેલો છે. વર્ષ ૧૯૯૧માં આ વિસ્તારે પોતાને સોમાલિયાથી અલગ જાહેર કર્યો હતો. જો કે, આજે પણ સંયુક્ત રાષ્ટ્ર સહિત દુનિયાના મોટાભાગના દેશોએ તેને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી નથી. આશરે ૪૦ લાખની વસ્તી વાળો આ વિસ્તાર પોતાને એક સ્વતંત્ર ગણરાજ્ય માને અને પોતાની સરકાર તેમજ વહીવટી તંત્ર પણ પોતે જ ચલાવે છે.
સોમાલીલેન્ડનું સત્તાવાર ચલણ સોમાલીલેન્ડ શિલિગ છે. પરંતુ તેની કિમત એટલી ઓછી છે કે, એક અમેરિકન ડોલરના બદલે આશરે ૯ હજાર શિલિગ આપવા પડે છે. અહીં ૫૦૦ અને ૧૦૦૦ શિલિગની નોટો સૌથી વધુ ચાલે છે. એ જ કારણ છે કે, જો કોઈ વ્યક્તિને રોજિદા વપરાશ માટે કોઈ વસ્તુ ખરીદવી હોય તો તેને નોટોના મોટા મોટા બંડલ સાથે લઈને જવું પડે છે.
સોમાલીલેન્ડની બજારોનો સૌથી અનોખો નજારો એ જ છે, અહીં ફળ અને શાકભાજીથી વધુ નોટોના ઢગલા જોવા મળે છે. જો કોઈ એક સિગરેટ ખરીદવી હોય, તો પણ ૫૦૦ કે ૧૦૦૦ શિલિગની ઘણી નોટ આપવી પડે છે. જ્યારે એક થેલો ભરીને શાકભાજી ખરીદવા માટે લોકોને નોટોથી ભરેલો થેલો લઈને બજારમાં જવું પડે છે. જો કોઈ મોંઘા ઘરેણાં કે મોટી ખરીદી કરવા માગે તો નોટોના બંડલ ભરીને ટ્રકમાં લઈને જવું પડે એવી નોબત આવી શકે.
આટલી ઓછી વેલ્યૂવાળી કરન્સીના કારણે રોકડ લઈ જવી લોકો માટે માથાનો દુઃખાવો બની ગયો છે. એ જ કારણ છે કે, સોમાલીલેન્ડમાં મોબાઇલ પેમેન્ટ અને ડિઝિટલ વ્યવહાર ઝડપથી વધી રહ્યો છે. અહીં લોકો નાની નાની ખરીદીથી માંડી મોટી રકમ સુધીની ચૂકવણી મોબાઈલથી કરવાનું પસંદ કરે છે. ત્યાં સુધી કે ઘણાં ભિખારી પણ રોકડની જગ્યાએ મોબાઇલ પેમેન્ટ સ્વીકારે છે. એ જ કારણ છે કે, આજે સોમાલીલેન્ડનો મોટો વિસ્તાર કેશલેસ ટ્રાન્ઝેક્શન પર નિર્ભર થઈ ચૂક્યો છે.
સોમાલીલેન્ડનો લગભગ અડધો ભાગ રણ છે, જ્યારે બાકી વિસ્તાર હંમેશા દુષ્કાળનો માર સહન કરતો રહે છે. અહીં ખેતી સિમિત છે અને રોજગારીની તકો ઓછી છે. દેશ સૌથી વધુ ઊંટની નિકાસ કરે છે. આ ઉપરાંત લોકો માછલી પાલન અને નાના મોટા વ્યવસાયથી પોતાનું જીવન પસાર કરે છે. છતાં પણ અહીંની અર્થવ્યવસ્થા હજુ પણ ઘણી નબળી માનવામાં આવે છે. સોમાલીલેન્ડની અર્થવ્યવસ્થા મોટા ભાગે પ્રવાસન પર પણ નિર્ભર કરે છે. અહીં દરિયા કિનારો, રહસ્યમયી ગુફાઓ અને પ્રાકૃતિક વિસ્તાર સંશોધકો અને વિદેશી પ્રવાસીઓને આકર્ષિત કરે છે. ઇતિહાસ, ભૂગોળ અને પુરાતત્ત્વ સંબંધિત નિષ્ણાતો પણ અહીં રિસર્ચ માટે આવતા રહે છે.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
