હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દુર્ગામૂર્તિના વિસર્જનમાં માત્ર સનાતનધર્મીઓ જ મૂર્તિને સ્પર્શ કરશેઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નિવેદનથી વિવાદ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ દુર્ગામૂર્તિના વિસર્જન દરમિયાન માત્ર સનાતન ધર્મમાં આસ્થા ધરાવતા લોકો જ મૂર્તિને સ્પર્શ કરશે તેમ જણાવતાં વિવાદ ઊભો થયો છે. તેમણે ૨૧ ઓક્ટોબરે કોલકાતાના બાબુઘાટ ખાતે વિસર્જન અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરતાં આ નિવેદન આપ્યું હતું. મૂર્તિઓને હુગલી નદીમાં લઈ જવાની કામગીરીમાં જોડાનાર લોકોની ઓળખ નોંધવા પોલીસને સૂચના આપ્યાનું પણ તેમણે જણાવ્યું હતું.
અધિકારીએ આ નિર્ણયને ધાર્મિક પરંપરા અને વિધિવિધાનના પાલન સાથે જોડ્યો હતો તથા તેમાં સાંપ્રદાયિક બાબત નહીં હોવાનું કહ્યું હતું. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસ અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પક્ષના નેતાઓએ નિવેદનની ટીકા કરી છે. વિપક્ષે બંગાળની સહભાગી પરંપરાનો ઉલ્લેખ કરીને લોકોની ધાર્મિક ઓળખ કેવી રીતે નક્કી કરાશે તેવો પ્રશ્ન ઉઠાવ્યો છે.
વિસર્જન દરમિયાન અકસ્માત ટાળવા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળને પણ વ્યવસ્થામાં સામેલ કરાયું છે. મૂર્તિઓ લઈ જવા માટે ટ્રોલીની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. વિસર્જન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૨૪ ઓક્ટોબરે હુગલી નદીની સફાઈ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
