<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

ઓપરેશન સિંદૂર: અમરનાથ યાત્રાના રૂટ પર લશ્કરની લોખંડી કિલ્લેબંધી, ડ્રોન અને સ્ટીકી બોમ્બના ખતરા વચ્ચે જડબેસલાક સુરક્ષા ગોઠવાઈ

૩ જુલાઈથી શરૂ થતી યાત્રા માટે પહલગામ અને બાલ તાલ રૂટ પર દોઢથી બે લાખ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવશે

જમ્મુ: આગામી ૩ જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રાની સુરક્ષા માટે સેનાએ "ઓપરેશન સિંદૂર" હાથ ધર્યું છે. પહલગામથી ગુફા સુધીના ૪૫ કિમી અને બાલટાલથી ગુફા સુધીના ૧૩ કિમીના માર્ગ પર લશ્કરે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે અને લડાકુ હેલિકોપ્ટરો દ્વારા સઘન તલાશી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આતંકવાદીઓ દ્વારા ડ્રોન અને સ્ટીકી બોમ્બનો ખતરો હોવાથી જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પમાં પણ સતર્કતા વધારી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પહલગામ રૂટ પર ૨૫,૦૦૦ અને બાલટાલ રૂટ પર ૧૮,૦૦૦ સહિત કુલ દોઢથી બે લાખ સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે. આ વર્ષે ૭ થી ૮ લાખ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે, જેને લઈને ૧૯૯૬ જેવી કુદરતી હોનારતની આશંકા પણ સેવાઈ રહી છે.

(9:42 PM IST)