<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

સંસદના બંને ગૃહોમાં વિપક્ષનો સતત હોબાળોઃ લોકસભામાં મહત્‍વનું કાનૂની સુધારો બિલ રજૂ

ચોમાસુ સત્રની તોફાની શરૂઆતઃ NEET પેપર લીક અને રામ મંદિર દાન ચોરી અંગેના હોબાળા વચ્‍ચે સુપ્રીમ કોર્ટના જજોની સંખ્‍યા વધારવાનું બિલ રજૂ બંને ગળહની કાર્યવાહી વારંવાર સ્‍થગિતઃ વિપક્ષી સાંસદો પ્‍લેકાર્ડ સાથે વેલમાં ધસી આવ્‍યા

નવી દિલ્‍હી, તા.૨૦: સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ ધારણા મુજબ જ અત્‍યંત તોફાની અને હંગામેદાર રહ્યો છે. લોકસભા અને રાજ્‍યસભા બંને ગળહોમાં કાર્યવાહી શરૂ થતાંની સાથે જ વિપક્ષી દળોએ સરકારને ઘેરવાની રણનીતિ સ્‍પષ્ટ કરી દીધી હતી. NEET પેપર લીક અને દેશના અન્‍ય સળગતા મુદ્દાઓને લઈને વિપક્ષે એવો હોબાળો મચાવ્‍યો કે બંને ગળહોની કાર્યવાહી વારંવાર સ્‍થગિત કરવાની ફરજ પડી હતી. પીએમ મોદીએ સત્રની શરૂઆત પહેલાં મીડિયા સમક્ષ સંસદને પ્રોડક્‍ટિવ અને તાર્કિક ચર્ચાઓનું કેન્‍દ્ર બનાવવા અપીલ કરી હતી, પરંતુ ગળહની અંદરના દ્રશ્‍યો કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા હતા.

ગળહની પરંપરા મુજબ લોકસભાની શરૂઆત રાષ્‍ટ્રગીત અને દિવંગત ભૂતપૂર્વ સભ્‍યોને શ્રદ્ધાંજલિ આપવા સાથે થઈ હતી, જ્‍યારે રાજ્‍યસભામાં નવા ચૂંટાયેલા સભ્‍યોએ પદના શપથ લીધા હતા. જો કે, આ ઔપચારિકતા પૂર્ણ થતાં જ ગળહ રણમેદાનમાં ફેરવાઈ ગયું હતું. રાજ્‍યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ NEET પેપર લીકનો મુદ્દો જોરશોરથી ઉઠાવતા ગંભીર આક્ષેપ કર્યો કે, જંતર-મંતર પર પોતાના ભવિષ્‍ય માટે એકઠા થયેલા નિર્દોષ બાળકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે અને સરકારે તેમના પર લાઠીચાર્જ કરાવ્‍યો છે. આ મુદ્દે વિપક્ષી સાંસદોએ ભારે હોબાળો શરૂ કરી દીધો હતો.

બીજી તરફ, લોકસભામાં પણ દ્રશ્‍યો બહુ જુદા નહોતા. વિપક્ષી સાંસદો NEET-UG પેપર લીકની સાથે-સાથે અયોધ્‍યા રામ મંદિરમાં ચઢાવેલા -સાદની ચોરી જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર તાત્‍કાલિક ચર્ચાની માંગ સાથે પ્‍લેકાર્ડ અને બેનરો લઈને ગળહની વચ્‍ચે (વેલમાં) ધસી આવ્‍યા હતા. સ્‍પીકરની પેનલ પર રહેલા અધ્‍યક્ષ દિલીપ સૈકિયાએ સાંસદોને શાંત રહીને કાર્યવાહી ચાલવા દેવા વારંવાર અપીલ કરી હતી, પરંતુ વિપક્ષી નેતાઓ પર તેની કોઈ અસર થઈ નહીં. આ અવિરત હંગામાના કારણે રાજ્‍યસભાને બપોરે ૧૨:૫૦ સુધી સ્‍થગિત કરવી પડી હતી, અને લોકસભામાં પણ ત્રણ-ત્રણ વાર કાર્યવાહી ખોરવાઈ હતી.

આ પ્રચંડ હોબાળા અને સૂત્રોચ્‍ચારની વચ્‍ચે જ કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે લોકસભામાં એક અત્‍યંત મહત્‍વપૂર્ણ સુધારો બિલ રજૂ કર્યું હતું. આ બિલ દેશની સર્વોચ્‍ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં ન્‍યાયાધીશોની સંખ્‍યા વધારવા માટે લાવવામાં આવ્‍યું છે. જો આ બિલ સંસદના બંને ગળહોમાંથી પસાર થઈ જશે, તો સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્‍યામાં મોટો વધારો થશે, જેનાથી પેન્‍ડિંગ કેસોના નિકાલમાં ઝડપ આવી શકે છે. વિપક્ષી ઘેરાબંધી વચ્‍ચે સરકાર આ કાયદાકીય એજન્‍ડાને કેવી રીતે આગળ ધપાવે છે, તે જોવું રસપ્રદ રહેશે.

(3:29 PM IST)