તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
નાણાંકીય બાબતો પર સંસદીય સ્થાયી સમિતિની બેઠકમાં વિપક્ષી સાંસદોએ UPI પર ટેક્સ લાદવાના નિર્ણયને જનવિરોધી ગણાવ્યો.
કેટલાક વિપક્ષી સાંસદોએ GDP વૃદ્ધિની ગણતરી કરવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી : નાણાંકીય બાબતો પર સંસદીય સ્થાયી સમિતિની બેઠક મળી. વિપક્ષી સભ્યોએ સરકાર દ્વારા વેપારીઓને ₹2,000 થી વધુની UPI ચુકવણી પર ફી વસૂલવાના નિર્ણયને જનવિરોધી ગણાવ્યો. સંસદીય સ્થાયી સમિતિમાં આ મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે દેશભરમાં આક્રોશની લાગણી છે.
કેટલાક વિપક્ષી સાંસદોએ GDP વૃદ્ધિની ગણતરી કરવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિ 7.8 ટકા હોવાનો અંદાજ હતો.
સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ ભર્તૃહરિ મહતાબે જણાવ્યું હતું કે કેટલાક સાંસદોએ બેઠકમાં UPI ફીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સમિતિની આગામી બેઠકમાં તે ઉઠાવી શકાય છે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
