હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હીના રામલીલા મેદાનમાં વિપક્ષની મહારેલી : બપોરે ૧૨ વાગ્યે મિન્ટો રોડથી કૂચનું આયોજન: વિપક્ષે ૧૦ લાખ લોકો ઉમટવાનો દાવો કર્યો છે, જ્યારે પોલીસનો અંદાજ આશરે ૫૦ હજાર લોકોનો: હજારો પોલીસ જવાનો તૈનાત
મતદાર યાદીમાં ગેરરીતિના આક્ષેપો અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ સાથે ઇન્ડિયા ગઠબંધનનું શક્તિપ્રદર્શન : સેંકડો સીસીટીવી કેમેરાથી નજર

નવી દિલ્હી, તા. ૧ : દેશની રાજધાની દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં આજે રવિવારે ઇન્ડિયા ગઠબંધન દ્વારા વિશાળ વિરોધ રેલી શરૂ થઈ રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિત ૨૧ વિપક્ષી પક્ષોના આગેવાનો તેમાં જોડાઈ રહ્યા છે.
મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ અને મતદારોનાં નામ દૂર કરવાના આક્ષેપો સાથે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ કરવામાં આવી રહી છે. વિપક્ષે ૧૦ લાખ લોકો ઉમટવાનો દાવો કર્યો છે, જ્યારે પોલીસનો અંદાજ આશરે ૫૦ હજાર લોકોનો છે.
સુરક્ષા માટે ૪૦૦૦થી વધુ પોલીસ જવાનો તથા કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરાયા છે. મેદાનને ૧૪ સુરક્ષા ઝોનમાં વહેંચાયું છે. ૨૦૦થી વધુ સીસીટીવી કેમેરા અને ડ્રોનથી દેખરેખ રખાશે.
બપોરે ૧૨ વાગ્યે મિન્ટો રોડથી રેલી તરફ કૂચનું આયોજન છે. રામલીલા મેદાનમાં સવારે ૧૦થી સાંજે ૫ વાગ્યા સુધી સભાની મંજૂરી અપાઈ છે. દિલ્હીના અનેક રસ્તાઓ ઉપર વાહનવ્યવહારના નિયંત્રણો અમલમાં રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
