News of Monday, 25th May 2026
ઈરાન અને અમેરિકા વચ્ચે સંભવિત ડીલના આશાવાદે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો કડાકો નોંધાયો
બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પાંચ ટકા સુધીનો ઘટાડો થતાં પ્રતિ બેરલ ૯૮ ડોલરની સપાટીએ પહોંચ્યું: વૈશ્વિક સપ્લાય સુધરવાની આશાએ બજારમાં ભાવ દબાણ હેઠળ

વોશિંગ્ટન: ઈરાન અને અમેરિકા વચ્ચે સંભવિત ડીલ અંગેના આશાવાદી સંકેતો વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ક્રૂડના ભાવમાં આશરે ૫ ટકા સુધીનો ઘટાડો થતા બ્રેન્ટ ક્રૂડ ૪.૫૧ ડોલર ઘટીને પ્રતિ બેરલ અઠ્ઠાણું ડોલર સુધી પહોંચ્યું છે, જે છેલ્લા બે અઠવાડિયાના સૌથી નીચલા સ્તર તરીકે નોંધાયું છે. ગત અઠવાડિયે પણ ક્રૂડના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
નોંધનીય છે કે યુદ્ધ શરૂ થયા બાદ એક સમયે ક્રૂડના ભાવ ૧૧૧ ડોલર સુધી પહોંચી ગયા હતા અને અત્યાર સુધીમાં કુલ ત્રીસ ટકા જેટલો વધારો નોંધાયો હતો. જોકે હવે અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીની શક્યતાઓ વધતા વૈશ્વિક સપ્લાય સુધરવાની આશાએ બજારમાં ભાવ દબાણ હેઠળ આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારના નિષ્ણાતોના મતે, જો આ ડીલ સફળ થશે તો આગામી દિવસોમાં ઇંધણના ભાવમાં હજુ પણ સ્થિરતા અથવા ઘટાડો જોવા મળી શકે છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
