<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

અપ્રમાણિત કોસ્‍મેટિક્‍સની આયાત પર નિયંત્રણના આદેશો

સેન્‍ટ્રલ ડ્રગ્‍સ સ્‍ટાન્‍ડર્ડ કંટ્રોલ ઓથોરિટી આકરાપાણીએ : કોસ્‍મેટિક્‍સ ઈન્‍જેક્‍શન તરીકે વપરાતા કિડની પર અવળી અસર પડતી હોવાનું જોખમ, શરીર પર ચકામા પડી શકે છે

નવી દિલ્‍હી,તા.૩: ભારતના બજારમાં અપ્રમાણિત કોસ્‍મેટિક્‍સ-સૌંદર્ય પ્રસાધનની આયાત અને વેચાણ સામે ભારે સતર્કતાના ભાગરૂપે સેન્‍ટ્રલ ડ્રગ્‍સ સ્‍ટાન્‍ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને તેના ઝોનલ કાર્યાલયો અને દેશભરની સ્‍ટેટ લાઈસન્‍સિંગ ઓથોરિટીઝને આયાતી કોસ્‍મેટિક ઉત્‍પાદનોનાા વેચાણને અંકુશમાં લેવા પગલાં લેવા જણાવ્‍યું છે. ડ્રગ્‍સ કંટ્રોલર જનરલ-ઈન્‍ડિયા ડા. રાજીવ અંગેનાઈઝેશનના ધ્‍યાને આવ્‍યું છે કે આયાતી કોસ્‍મેટિક્‍સ જણાવ્‍યું હતું કે સેન્‍ટ્રલ ડ્રગ સ્‍ટાન્‍ડર્ડ કંટ્રોલ માન્‍ય રજીસ્‍ટ્રેશન સ ટફિકેટ વિના સ્‍થાનિક બજારમાં વેચાઈ રહ્યા છે. તેનું ઓનલાઈન પણ વેચાણ થઈ રહ્યું છે.

કાયદેસરના રજિસ્‍ટ્રેશન વિના જ વિદેશથી આયાત કરવામાં આવતા સ્‍કીન કેર, મેક અપ અને હેરકેરના પ્રોડક્‍ટ્‍સ માનવ આરોગ્‍યની સલામતી સાથે સમાધાન કરે છે. વાસ્‍તવમાં આ કોસ્‍મિટિક્‍સનો બાહ્ય શરીર પર જ ઉપયોગ કરવાનો હોય છે. છતાં તેમાંથી કેટલાકનો ઈન્‍જેક્‍શન તરીકે આપવામાં ઉપયોગ કરવામાં આવે છે. પરિણામે શરીર પર ચકામા પડવા, કેમિકલ બર્ન થવાના, મોઢા પર ખીલ વધી જવાની, તેમ જ માન્‍યતા ન ધરાવતા સ્‍ટીરોઈડ્‍સ તે કોસ્‍મેટિક્‍સમાં વપરાતા હોવાથી ચામડી પર કોઢની જેવા ડાઘ પડી જવાની સમસ્‍યા થાય છે.

તેમ જ આ કોસ્‍મેટિક્‍સમાં સ્‍ટ્રોન્‍ગ બ્‍લિચિગ એજન્‍ટ્‍સ વપરાતા હોવાથી પણ ચામડી પર બહુ જ ખરાબ અસર થાય છે. ઉપરાંત એલજી પણ થાય છે. તેનો બાહ્યવપરાશ માટેના કોસ્‍મેટિક્‍સનો ઇન્‍જેક્‍શન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તેનાથી શરીરના જે તે ભાગના ટીસ્‍યૂ ડેમજ થવા ઉપરાં કીડની, મજ્‍જાતંતું પર અવળી અસર થાય છે. તેનાથી ભારે ચેપ લાગવાનું અને રોગપ્રતિકારક શક્‍તિ ઘટી જવાનું જોખમ રહેલું છે.કોસ્‍મેટિક્‍સને વ્‍યાખ્‍યાયિત કર્યા મુજબ માત્ર તેના નિર્ધારિત ઉપયોગ માટે જસપ્‍લાય કરવાની મંજૂરી છેત વ્‍યાવસાયિકો કે વ્‍યક્‍તિઓ દ્વારા સારવારમાં કોઈ કોસ્‍મેટિકનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. કોસ્‍મેટિક્‍સ માત્ર માનવ શરીર કે તેના કોઈ ભાગને સાફ કરવા, સુંદર બનાવવા, આકર્ષકતા વારવા કે દેખાવ બદલવા માટે જ છે. રાજ્‍યના સત્તાવાળાઓ અને સેન્‍ટ્રલ ડ્રગ સ્‍ટાન્‍ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેસનના ઝોનલ વડાઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના નિયંત્રણ હેઠળના  ઇન્‍સ્‍પેક્‍ટેરોને રજીસ્‍ટ્રેશન સર્ટિફિકેટ વિના ભારતમાં કોસ્‍મેટિક્‍સના પ્રવેશને અટકાવવાના આદેશ આપ્‍યો છે. કોસ્‍મેટિક્‍સ રૂલ્‍સ, ૨૦૨૦ ના નિયમ ૧૨(૧) અનુસાર, જ્‍યાં સુધી સેન્‍ટ્રલ લાઇસન્‍સિંગ ઓથોરિટી દ્વારા અથવા રૂલ પ હેઠળ આવી સત્તાઓને સોંપવામાં આવી હોય તેવા કોઈ અધિકારીઓ આ નિયમો અનુસાર ઉત્‍પાદનની નોંધણી કરવામાં ન આવી હોય ત્‍યાં સુધી ભારતમાં કોઈ પણ કોસ્‍મેટિકની આયાત કરી શકાશે નહીં.

(9:58 AM IST)