<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

NSUIના ૧૮ કાર્યકરો સામે દિલ્હીમાં FIR દાખલ થવા પર હોબાળો સંગઠને કહ્યું- ખોટા કેસોથી અમો ડારશું નહીં અને અમે ઝૂકીશું નહીં

NSUI એ કહ્યું - કાર્યકરો પર પોલીસ અધિકારી પર છરીથી હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જે સંપૂર્ણપણે ખોટું છે

નવી દિલ્હી :  NSUIએ દિલ્હી પોલીસ પર પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં તેના ૧૮ કાર્યકરો સામે ખોટી FIR દાખલ કરવાનો આરોપ લગાવ્યો છે. NSUI મીડિયા વિભાગના રવિ હનુમાન પાંડે દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કાર્યકરો પર પોલીસ અધિકારી પર છરીથી હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જે સંપૂર્ણપણે ખોટું છે. NSUIનો દાવો છે કે બેરિકેડિંગને કારણે અટકાયતમાં લેવામાં આવતા પોલીસ અધિકારીને હાથમાં ઈજા થઈ હતી. 

 સંગઠનનો આરોપ છે કે આમ છતાં, તેમના કાર્યકરો પર દબાણ અને ડરાવવા માટે ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. NSUIએ માંગ કરી છે કે દિલ્હી પોલીસ કેસ દાખલ કરવાનું અને તેના સભ્યોને ડરાવવાનું બંધ કરે. સંગઠને કહ્યું, "NSUI ખોટા કેસોથી ડરશે નહીં. અમે ડરાવીશું નહીં, અમે ઝૂકીશું નહીં."

(12:22 AM IST)