<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

પહલગામ આતંકવાદી હુમલાનું નિયંત્રણ લાહોરથી થઈ રહ્યું હતું

માસ્‍ટરમાઇન્‍ડ સૂચનાઓ આપી રહ્યો હતોઃ NIA ચાર્જશીટમાં મોટો ખુલાસો : આ હુમલાનું આયોજન અને નિયંત્રણ પાકિસ્‍તાનથી કરવામાં આવ્‍યું હતું.લશ્‍કર-એ-તૈયબા અને TRF એ સંયુક્‍ત રીતે તેને અંજામ આપ્‍યો હતો

નવી દિલ્‍હી તા.૨૧: રાષ્ટ્રીય તપાસ એજન્‍સી (NIA) એ એપ્રિલ ૨૦૨૫ માં જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા અંગે એક મહત્‍વપૂર્ણ ચાર્જશીટ દાખલ કરી છે. આ હુમલામાં ૨૬ નિર્દોષ પ્રવાસીઓના મોત થયા હતા. દેશની સૌથી મોટી આતંકવાદ વિરોધી એજન્‍સી દ્વારા કરવામાં આવેલી તપાસમાં સ્‍પષ્ટ થઈ ગયું છે કે આ રક્‍તપાતનું સમગ્ર કાવતરું પાકિસ્‍તાનથી આયોજન અને નિયંત્રણમાં હતું.

NIA અનુસાર, આ હુમલો લશ્‍કર-એ-તૈયબા (LeT) અને તેના પ્રોક્‍સી સંગઠન, ધ રેઝિસ્‍ટન્‍સ ફ્રન્‍ટ (TRF) દ્વારા કરવામાં આવ્‍યો હતો. સમગ્ર ઓપરેશન સરહદ પારથી સંકલિત કરવામાં આવી રહ્યું હતું.

મુખ્‍ય કાવતરું ઘડનારઃ લશ્‍કરનો ખતરનાક આતંકવાદી, સૈફુલ્‍લાહ ઉર્ફે સાજિદ જટ્ટ ઉર્ફે લંગડા, હુમલાનો માસ્‍ટરમાઇન્‍ડ હતો. તે પાકિસ્‍તાનના લાહોરથી પહેલગામમાં આતંકવાદીઓને સીધા નિર્દેશિત કરી રહ્યો હતો.

તપાસ અને આયોજનઃ ૧૫ અને ૧૬ એપ્રિલના રોજ, સૈફુલ્‍લાહએ ત્રણ આતંકવાદીઓ, ફૈઝલ જટ્ટ ઉર્ફે સુલેમાન, હબીબ તાહિર ઉર્ફે છોટુ અને હમઝા અફઘાનીને બૈસરન ખીણ મોકલ્‍યા. ત્‍યાં, તેઓએ સુરક્ષા વ્‍યવસ્‍થા અને પ્રવાસીઓની અવરજવરનું નિરીક્ષણ કર્યું.

સ્‍થાનિક સહાયઃ બે સ્‍થાનિકો, પરવેઝ અને બશીર અહેમદે પણ હુમલો કરવામાં પાકિસ્‍તાની આતંકવાદીઓને મદદ કરી હતી.

તપાસ એજન્‍સીઓને ગેરમાર્ગે દોરવા માટે પાકિસ્‍તાની આતંકવાદીઓએ ૅખોટા ધ્‍વજ ઓપરેશનઃ (દાવો કર્યો હતો કે ભારતે તેના પોતાના લોકો પર હુમલો કર્યો હતો) ની ખોટી અને બનાવટી વાર્તા ફેલાવી.

હુમલા પછી તરત જ, TRF એ કાશ્‍મીર ફાઇટ નામની ટેલિગ્રામ ચેનલ પર જવાબદારી સ્‍વીકારી. જો કે, આંતરરાષ્ટ્રીય નિદા અને સંયુક્‍ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ તરફથી કડક નિદાનો સામનો કર્યા પછી, TRF ગભરાઈ ગયું. તેણે પોતાનું નિવેદન બદલી નાખ્‍યું અને દાવો કર્યો કે ચેનલ હેક થઈ ગઈ છે.

NIA એ તેની ચાર્જશીટમાં મજબૂત ડિજિટલ અને ટેકનિકલ પુરાવા રજૂ કર્યા જે સીધા પાકિસ્‍તાન તરફ ઈશારો કરે છેઃ

પાકિસ્‍તાનમાંથી ખરીદેલા ફોનઃ ઓપરેશન મહાદેવમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી બે મોબાઈલ ફોન મળી આવ્‍યા હતા. એક ફોન ઓનલાઈન ખરીદ્યો હતો અને લાહોરના કાયદ-એ-આઝમ ઇન્‍ડસ્‍ટ્રિયલ એસ્‍ટેટમાં મોકલવામાં આવ્‍યો હતો, જ્‍યારે બીજો કરાચીના શહરા વિસ્‍તારમાંથી લેવામાં આવ્‍યો હતો.

રીઅલ-ટાઇમ લોકેશન શેરિગઃ હુમલાના દિવસે, સૈફુલ્‍લાહ લાહોરના આતંકવાદીઓ સાથે સતત સંપર્કમાં હતો, તેમને રીઅલ-ટાઇમ ડેટા, ભાગી જવાના રસ્‍તાઓ, છુપાયેલા સ્‍થળો અને કોઓર્ડિનેટ્‍સ મોકલતો હતો.

(9:52 AM IST)