તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Tuesday, 3rd November 2026
ભારત-ઇઝરાયલના ગાઢ સંબંધોથી પાકિસ્તાની સેનાપ્રમુખ ફફડ્યા: અસીમ મુનીરે તેહરાનમાં મુસ્લિમ દેશો સામે ઓક્યું ઝેર!
સાઉદી અરેબિયા, તુર્કી અને ઈરાનની ગુપ્ત બેઠકમાં પાકિસ્તાની આર્મી ચીફે ભારત અને ઇઝરાયલની મિત્રતાને મુસ્લિમ વિશ્વ માટે ખતરો ગણાવી : ધાર્મિક તણાવ ભડકાવવાનો નિષ્ફળ પ્રયાસ

તેહરાન : ભારત અને ઇઝરાયલ વચ્ચે દિન-પ્રતિદિન વધુ ગાઢ બની રહેલા વ્યૂહાત્મક અને રાજદ્વારી સંબંધોથી પાકિસ્તાનની સેના અને તેનું ટોચનું નેતૃત્વ ઊંડી ચિંતામાં મુકાઈ ગયું છે. પાકિસ્તાનના આર્મી ચીફ (સીડીએફ) જનરલ અસીમ મુનીરે તેહરાનમાં યોજાયેલી ચાર રાષ્ટ્રોની અત્યંત સંવેદનશીલ સુરક્ષા બેઠકમાં ભારત-ઇઝરાયલ મિત્રતા પર પોતાનો અકળામણ અને ડર વ્યક્ત કર્યો છે. ઈરાનના ટોચના સુરક્ષા અધિકારી મોહસેન રેઝાઈના એક સનસનાટીભર્યા ખુલાસા મુજબ, અસીમ મુનીરે આ બેઠક દરમિયાન હિંદુઓ અને યહૂદીઓ વચ્ચે વધતી નજીકતાને પાકિસ્તાન તેમજ સમગ્ર મુસ્લિમ સમુદાય વિરુદ્ધનું કાવતરું ગણાવીને ઝેર ઓક્યું હતું.
આ ગુપ્ત બેઠક 26 ઓક્ટોબરે તેહરાન ખાતે યોજાઈ હતી, જેમાં ઈઝરાયલ અને અમેરિકા સાથે વધી રહેલા વૈશ્વિક તણાવ વચ્ચે ઈરાન, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીના સુરક્ષા પ્રતિનિધિઓ ભેગા થયા હતા. પાકિસ્તાન તરફથી અસીમ મુનીર, તુર્કી તરફથી ગુપ્તચર વડા ઇબ્રાહિમ કાલિન, સાઉદી અરેબિયા તરફથી સંરક્ષણ પ્રધાન પ્રિન્સ ખાલિદ બિન સલમાન અને ઈરાન તરફથી મોહસેન રેઝાઈ ઉપસ્થિત રહ્યા હતા. મોહસેન રેઝાઈના લીક થયેલા વીડિયોમાં સ્પષ્ટ થાય છે કે મુનીરે આ ઈસ્લામિક દેશોના નેતાઓ સમક્ષ ભારત અને ઈઝરાયલના સંબંધોને વૈશ્વિક સ્તરે ઈસ્લામ માટે એક મોટો પડકાર બતાવીને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર માટે આ પ્રકારનું વિવાદસ્પદ નિવેદન આપવું કોઈ નવી વાત નથી. ભૂતકાળમાં પણ તેઓ પોતાના કટ્ટરપંથી વિચારો અને ધાર્મિક વિભાજનકારી નિવેદનો માટે ચર્ચામાં રહ્યા છે. એપ્રિલ 2025 માં જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પહેલા પણ તેમણે "દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત" નો આશરો લઈ હિંદુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે ધાર્મિક અને સાંસ્કૃતિક ભિન્નતા હોવાના દાવા કર્યા હતા. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની વધતી આર્થિક અને લશ્કરી તાકાતથી ઘેરાયેલું પાકિસ્તાન હવે ઈસ્લામિક દેશોને ઉશ્કેરીને પોતાની નિષ્ફળતા છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
