તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
પાકિસ્તાન દ્વારા ચીનનું દેવું ચૂકવીને તરત જ નવી લોનની માંગ: સ્ટેટ બેંકના ખુલાસાથી આર્થિક કટોકટીના પોલ ખુલ્લા
એક હાથે દેવું ચૂકવીને બીજા હાથે ફરીથી લોન મેળવવાની અનોખી આર્થિક નીતિ, કુવૈતની પુરાણી બાકી રકમ અને વિદેશી થાપણો અંગે ગંભીર ખુલાસાઓ થયા

ઇસ્લામાબાદ : પાકિસ્તાનની લથડતી આર્થિક સ્થિતિ વચ્ચે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP) ના ગવર્નર જમીલ અહેમદ દ્વારા સંસદીય નાણાકીય સમિતિની બેઠકમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને ચીન પાસેથી લીધેલું ૧.૪ બિલિયન ડોલરનું વાણિજ્યિક દેવું ચૂકવી દીધું છે અને હવે આગામી અઠવાડિયાઓમાં તે જ રકમનું પુનર્ધિરાણ મેળવવાની આશા રાખવામાં આવી રહી છે.
આર્થિક સમીક્ષાના અહેવાલો અનુસાર જુલાઈ મહિના દરમિયાન પાકિસ્તાન દ્વારા કુલ ૨.૨ બિલિયન ડોલરનું વિદેશી દેવું ચૂકવવામાં આવ્યું છે, જેમાં સાઉદી અરેબિયા દ્વારા આપવામાં આવેલી ૫ બિલિયન ડોલરની લોનને કારણે ચુકવણીનો સમયગાળો લંબાયો હોવા છતાં દેશની સેન્ટ્રલ બેંક પર વિદેશી હૂંડિયામણ અને દેવાનો ભારે બોજ યથાવત રહ્યો છે.
સ્ટેટ બેંકના ગવર્નરે આપેલી માહિતી મુજબ પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકમાં રહેલી કુલ ૧૨ બિલિયન ડોલરની થાપણોમાંથી ૪ બિલિયન ડોલર ચીનના અને ૮ બિલિયન ડોલર સાઉદી અરેબિયાના છે, જેને આગામી ડિસેમ્બર ૨૦૨૬ અને માર્ચ ૨૦૨૭ માં પાકતી મુદતે ફરીથી રોલઓવર કરવા પડશે કારણ કે દેશની અર્થવ્યવસ્થા આવી બાહ્ય સહાયો પર નિર્ભર છે.
પાકિસ્તાનની લોન લેવાની અને ચૂકવવાની આ અનંત પ્રક્રિયાનો ઇતિહાસ પણ ખૂબ જૂનો છે, જેનું ઉદાહરણ આપતા ગવર્નરે જણાવ્યું હતું કે કુવૈત પાસેથી ૧૯૯૦ ના દકાડામાં લેવાયેલું ૨૫૦ મિલિયન ડોલરનું દેવું આજ દિન સુધી સંપૂર્ણપણે ચૂકવી શકાયું નથી, જે દેશની કથળેલી નાણાકીય શિસ્તની સાક્ષી પૂરે છે.
આ વર્તમાન નાણાકીય સંકટ વચ્ચે જ્યારે પત્રકારો દ્વારા અમેરિકા પાસે ૧૦ બિલિયન ડોલરની ચુકવણી સંતુલન સહાયની માંગણી કરવા અંગે સવાલો પૂછવામાં આવ્યા ત્યારે સેન્ટ્રલ બેંકના ગવર્નર દ્વારા આ પ્રશ્ન પર કોઈ ચોક્કસ ઉત્તર આપવાનું ટાળવામાં આવ્યું હતું, જેનાથી સરકારની નીતિઓ સામે શંકાના વાદળો ઘેરાયા છે.
આ તમામ આંકડાઓ અને ખુલાસાઓ દર્શાવે છે કે પાકિસ્તાન લોન ચૂકવ્યા બાદ પણ રાહત અનુભવી શકતું નથી કારણ કે તેને ટકી રહેવા માટે સતત નવી લોન અને બેન્કિંગ સહાયની જરૂર પડે છે, અને આગામી સમયમાં આ આર્થિક પકડ વધુ મજબૂત બને તેવા કોઈ એંધાણ દેખાતા નથી.
(1:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
