News of Monday, 18th May 2026
ઈરાન યુદ્ધ વચ્ચે પાકિસ્તાને સાઉદી અરબમાં 8 હજાર સૈનિકો, ફાઈટર જેટ્સ અને એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કર્યા
બંને દેશો વચ્ચે થયેલા રક્ષા કરાર હેઠળ પાકિસ્તાને લગભગ 16 JF-17 ફાઈટર જેટ્સ, ડ્રોન સ્ક્વોડ્રન અને ચીનમાં બનેલા HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ પણ સાઉદી અરબ મોકલ્યા

ઈરાન યુદ્ધ વચ્ચે પાકિસ્તાને સાઉદી અરબમાં 8 હજાર સૈનિકો, ફાઈટર જેટ્સ અને એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કર્યા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, આ તૈનાતી બંને દેશો વચ્ચે થયેલા રક્ષા કરાર હેઠળ કરવામાં આવી છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને લગભગ 16 JF-17 ફાઈટર જેટ્સ, ડ્રોન સ્ક્વોડ્રન અને ચીનમાં બનેલા HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ પણ સાઉદી અરબ મોકલ્યા છે. પાકિસ્તાની સૈનિકો તેમને ઓપરેટ કરી રહ્યા છે, જ્યારે ખર્ચ સાઉદી અરબ ઉઠાવી રહ્યું છે.
જરૂર પડ્યે પાકિસ્તાન વધુ સૈનિકો મોકલવા માટે પણ તૈયાર છે. જોકે પાકિસ્તાનની સેના, વિદેશ મંત્રાલય અને સાઉદી સરકારે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
