હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બ્રહ્મોસ મિસાઇલ અને અજિત ડોભાલની નીતિઓથી ફફડેલું પાકિસ્તાન: પરમાણુ સલાહકારે ભારત પર લગાવ્યા પાયાવિહોણા આરોપો, લંડનમાં આપ્યા વિવાદાસ્પદ નિવેદનો
પાકિસ્તાનના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અને પરમાણુ સલાહકાર મઝહર જમીલે ભારત વિરુદ્ધ ઓકાયું ઝેર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની રણનીતિ અને ભારતીય મિસાઇલ ક્ષમતા સામે ઉઠાવ્યા ગંભીર સવાલો.

નવી દિલ્હી, તા.21: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સુરક્ષા તણાવ વચ્ચે પાકિસ્તાનના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અને પરમાણુ સલાહકાર મઝહર જમીલે ભારત પર અત્યંત ગંભીર અને પાયાવિહોણા આરોપો લગાવ્યા છે. લંડન ખાતે યોજાયેલા એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં બોલતી વખતે તેમણે ભારતની અદ્યતન બ્રહ્મોસ મિસાઇલ ક્ષમતા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલની નીતિઓ સામે આકરા પ્રહારો કર્યા હતા, જેના કારણે રાજકીય અને વ્યૂહાત્મક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
ગત ૧૩ ઓક્ટોબરે લંડનની 'ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ' (IISS) નામના મંચ પરથી બોલતા મઝહર જમીલે દાવો કર્યો હતો કે ભારત પાકિસ્તાનમાં અસ્થિરતા ફેલાવવા માટે સક્રિય છે. તેણે એનએસએ અજિત ડોભાલની રણનીતિઓનો ઉલ્લેખ કરીને ભારત પર ટીટીપી (TTP) અને બીએલએ (BLA) જેવા સંગઠનોને સમર્થન આપવાનો આક્ષેપ કર્યો હતો. જો કે, આ તમામ ગંભીર આરોપોના સમર્થનમાં તે કોઈ પણ પ્રકારના નક્કર કે સત્તાવાર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો હતો.
આ ચર્ચા દરમિયાન સૌથી વધુ વિવાદ ભારતની પ્રખ્યાત બ્રહ્મોસ મિસાઇલને લઈને કરવામાં આવેલા દાવા પર થયો હતો. જમીલે આરોપ મૂક્યો હતો કે ભારતે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પરમાણુ હથિયારો વહન કરવાની ક્ષમતા ધરાવતી બ્રહ્મોસ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો, જો કે અહેવાલો દ્વારા આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યો છે. તેણે માર્ચ ૨૦૨૨માં ભારતીય મિસાઇલના અકસ્માતે થયેલા લોન્ચિંગની ઘટનાને પણ ઇરાદાપૂર્વકનો હુમલો ગણાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
પાકિસ્તાની સલાહકારે ભારતની પરમાણુ નીતિ 'નો ફર્સ્ટ યુઝ' (No First Use) સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનનના પુસ્તકનો સંદર્ભ ટાંકીને દાવો કર્યો હતો કે ભારત ભવિષ્યમાં પહેલો હુમલો પણ કરી શકે છે. જો કે, રક્ષણાત્મક પરમાણુ નીતિ અને વ્યૂહાત્મક વિકલ્પોની ચર્ચા વચ્ચેનો તફાવત સમજવામાં પાકિસ્તાની અધિકારી નિષ્ફળ રહ્યા હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.
આ અગાઉ પણ પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય મંચો પર ભારત વિરુદ્ધ ખોટા પ્રચાર કરવામાં આવ્યા છે. ભારતીય રક્ષણાત્મક નીતિઓ હંમેશાં શાંતિ અને સંયમ જાળવવા પર કેન્દ્રિત રહી છે, ત્યારે પાકિસ્તાની સલાહકારના આ નિવેદનો માત્ર પોતાની આંતરિક નબળાઈઓ છુપાવવા અને વૈશ્વિક સ્તરે ધ્યાન ખેંચવાના પ્રયાસ સમાન જ દેખાઈ રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
