હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાકિસ્તાનઃ એમ્બ્યુલન્સની અંદર ઓક્સિજન સિલિન્ડર ફાટ્યું, એક મહિલા સહિત ૧૦નાં મોત
પ્રસૂતિ બાદ જટિલતાઓ સર્જાવાને કારણે મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી

નાગરપારકર તા.૩૦: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ગુરુવારે એક એમ્બ્યુલન્સની અંદર ઓક્સિજન સિલિન્ડર ફાટવાથી એક મહિલા સહિત ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે. પોલીસે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
આ ઘટના થારપારકર જિલ્લાના નાગરપારકર વિસ્તારમાં બની હતી. ઍમ્બ્યુલન્સ દાનો ધંધલ સ્થિત બેઝિક હેલ્થ સેન્ટરથી એક મહિલા દર્દીને મિથી શહેરની જિલ્લા હોસ્પિટલ લઈ જઈ રહી હતી. પ્રસૂતિ બાદ મહિલાને સ્વાસ્થ્ય સંબંધિત જટિલતાઓ ઊભી થઈ હતી. થારપારકરના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SSP) આરિફ અઝીઝ જાફરીએ જણાવ્યું કે, જ્યારે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર વાહનની અંદર સિલિન્ડરને ખસેડી રહ્યો હતો ત્યારે તે ફાટી ગયું હતું. દર્દીઓને શ્વાસ લેવામાં મદદ મળે તે માટે એમ્બ્યુલન્સમાં સામાન્ય રીતે ઓક્સિજન સિલિન્ડર રાખવામાં આવે છે.
SSP જાફરીએ જણાવ્યું, અત્યાર સુધીમાં એક મહિલા સહિત ૧૦ લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. તેમણે સમજાવ્યું કે પ્રસૂતિ બાદ જટિલતાઓ સર્જાવાને કારણે મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. પોલીસે હાલમાં ૧૦ લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે; તેથી, આ આંકડો બદલાઈ શકે છે.
ઘટના બાદ પોલીસે તપાસના આદેશ આપ્યા છે. આ તપાસના તારણોના આધારે અકસ્માતનું ચોક્કસ કારણ નક્કી કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
