<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

રાજૌરી જિલ્‍લામાં એલઓસી પર પાકિસ્‍તાને મોડી રાત્રે ભારે ફાયરિંગ કર્યું: ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર LoC પર ભારે ગોળીબાર

રાજૌરી,તા.૧૮: જમ્‍મુ-કાશ્‍મીર (PoJK)માં સતત બગડતી પરિસ્‍થિતિ અને જનતાના વિરોધ પ્રદર્શનથી દેશ અને દુનિયાનું ધ્‍યાન ભટકાવવા માટે પાકિસ્‍તાની સેનાએ ફરી એકવાર સરહદ પર ફરી એક નવો પેંતરો રચ્‍યો છે. શુક્રવારે મોડી રાત્રે જમ્‍મુ-કાશ્‍મીરના રાજૌરી જિલ્‍લામાં લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર તરકુંડી સેક્‍ટરમાં પાકિસ્‍તાન તરફથી ભારે ફાયરિંગ કરવામાં આવ્‍યું હતું. ભારતીય સેનાએ પણ આ ઉશ્‍કેરણીજનક ગોળીબારનો સામનો કરતા પાકિસ્‍તાનને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપ્‍યો છે.

(3:09 PM IST)