તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
પાકિસ્તાની ટીવી પર પરમાણુ યુદ્ધનો 'કોમેડી શો': નેતાઓ છે કે હાસ્ય કલાકારો? : પાયાવિહોણી દલીલો વચ્ચે આખો ન્યૂઝ શો હાસ્યાસ્પદ તમાશામાં ફેરવાઈ ગયો.
સિંધુ જળ સંધિ મુલતવી રહેતા અકળાયેલા ભૂતપૂર્વ પાકિસ્તાની મંત્રી ખુર્રમ દસ્તગીરે લાઈવ ટીવી પર નકલી AI ઈમેજને સાચી માની પરમાણુ બોમ્બની નકામી ધમકીઓ આપી

ઇસ્લામાબાદ: આતંકવાદના જોરે ભારતને પરેશાન કરવાની ગણતરી રાખતું પાકિસ્તાન અત્યારે સિંધુ જળ સંધિ મામલે ભારતના કડક વલણથી સંપૂર્ણપણે બેબાકળું બની ગયું છે. કાયદાકીય રીતે કે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની મજબૂત દલીલોનો સામનો કરવાની કોઈ તાકાત ન હોવાથી, પાકિસ્તાની શાસકો અને ભૂતપૂર્વ મંત્રીઓ હવે લાઈવ ટીવી શોમાં આવીને પરમાણુ યુદ્ધના નામે ભારે જોક્સ કરી રહ્યા છે. તાજેતરમાં જ ભૂતપૂર્વ પાકિસ્તાની મંત્રી ખુર્રમ દસ્તગીર ખાન એક ન્યૂઝ ચેનલ પર લાઈવ ડિબેટ દરમિયાન પરમાણુ યુદ્ધની ગંભીરતા સમજ્યા વિના અત્યંત બાલિશ વાતો કરતા જોવા મળ્યા હતા, જેને જોઈને દુનિયાભરના લોકો પૂછી રહ્યા છે કે આ લોકો રાજકારણીઓ છે કે કોઈ સર્કસના હાસ્ય કલાકારો!
આ લાઈવ શોમાં જ્યારે ટીવી એન્કરે ખૂબ જ ગંભીર અને વાસ્તવિક પ્રશ્ન પૂછ્યો કે, "ભારત પુરાવા અને તર્ક સાથે દુનિયાને સમજાવી રહ્યું છે કે તે સંધિ કેમ મુલતવી રાખી રહ્યું છે, તો શું પાકિસ્તાન પાસે ભારતને રોકવા માટે કોઈ કાયદાકીય દલીલ છે?" ત્યારે ભૂતપૂર્વ મંત્રી પાસે કોઈ જ સચોટ જવાબ નહોતો. પોતાની લાચારી છુપાવવા તેમણે હંમેશની આદત મુજબ પરમાણુ બોમ્બની ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું. હદ તો ત્યારે થઈ જ્યારે સ્ક્રીન પર નદીઓ પર નળ મૂકેલી એક નકલી AI-જનરેટેડ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) તસવીર બતાવવામાં આવી રહી હતી અને આ પૂર્વ મંત્રીએ તેને સાચી માનીને ગંભીરતાથી વિશ્લેષણ કરતાં કહ્યું, "ધારો કે આ મોદીનો હાથ નળને રોકી રહ્યો છે અને તે આપણને તરસ્યા મારવા માંગે છે!" એન્કરે પણ તેમને અટકાવવાને બદલે સૂર પુરાવતા આખો શો એક ગંભીર ચર્ચામાંથી કૉમેડી નાટકમાં ફેરવાઈ ગયો હતો.
ખુર્રમ દસ્તગીરે વધુમાં દાવો કર્યો કે તેમણે ભૂતકાળમાં અમેરિકા અને બ્રિટનના ઉચ્ચ અધિકારીઓને પણ એવી ધમકી આપી હતી કે જો ભારત પાણી રોકશે, તો આ દુનિયાનું પહેલું એવું પરમાણુ યુદ્ધ હશે જે માત્ર પાણી માટે લડાશે. તેમણે અત્યંત ગેરજવાબદાર નિવેદન આપતાં કહ્યું કે, "એકવાર મિસાઇલ છૂટી ગઈ એટલે છૂટી ગઈ, તેને રોકી શકાતી નથી." વાસ્તવમાં, ભારત હવે પાકિસ્તાનની 'આતંક અને વાર્તાલાપ'ની બેવડી નીતિ સાંખી લેવાના મૂડમાં નથી. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સ્પષ્ટ કહી દીધું છે કે નિર્દોષોનું લોહી વહાવનારા આતંકના આકાઓને ભારતનું પાણી નહીં મળે. પાકિસ્તાની નેતાઓની આવી પરમાણુ ધમકીઓ માત્ર ટીવી સ્ટુડિયો પૂરતી જ મર્યાદિત છે, કારણ કે તેઓ સારી રીતે જાણે છે કે વાસ્તવિકતાના મેદાન પર ભારત સામે ટકી રહેવું તેમના માટે અશક્ય છે.
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
