તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
ક્રિકેટના મેદાનમાં પાકિસ્તાનનો મોટો ખેલઃ ભારતનું વર્ચસ્વ તોડવા મોહસિન નકવીએ કમર કસી
બાંગ્લાદેશ સાથે મિલાવ્યો હાથઃ આરસીસીમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના દબદબા સામે પાકિસ્તાન હવે અન્ય દેશોનો મોરચો તૈયાર કરશે

નવી દિલ્હી તા.૧૧: ક્રિકેટ જગતમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના વધતા પ્રભાવ અને દબદબાને પડકારવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોડએ હવે પડદા પાછળની રમત શરૂ કરી દીધી છે. ભ્ઘ્ગ્ ચેરમેન મોહસિન નકવીએ વિશ્વ ક્રિકેટમાં ભારતનું વર્ચસ્વ ઘટાડવા માટે અન્ય ક્રિકેટ રાષ્ટ્રોને સાથે રાખીને એક મજબૂત મોરચો તૈયાર કરવાની કવાયત હાથ ધરી છે. આ રણનીતિના ભાગરૂપે નકવીએ હાલમાં જ બાંગ્લાદેશની મુલાકાત લઈને ત્યાંના ક્રિકેટ બોર્ડના અધિકારીઓ સાથે લાંબી ચર્ચાઓ કરી છે.
અહેવાલો મુજબ, મોહસિન નકવીનો મુખ્ય ઉદ્દેશ્ય ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ની અંદર એક એવું જૂથ બનાવવાનો છે જે ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ના નિર્ણયો સામે અવાજ ઉઠાવી શકે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ચેરમેન સાથેની મુલાકાતમાં નીચે મુજબના મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હોવાનું મનાય છે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની જેમ દરેક દેશને ICCના ફયુચર ટૂર્સ પ્રોગ્રામ (FTP) માં સમાન રીતે મેચો રમવાની તક મળવી જોઈએ.
ICCની કમાણીનો મોટો હિસ્સો ભારત તરફ જાય છે, જેની સામે પાકિસ્તાન હવે અન્ય નાના દેશોને એકઠા કરી ‘સમાન હિસ્સા'ની માંગણી કરવા માંગે છે.
એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને ICCના મંચ પર બાંગ્લાદેશ અને પાકિસ્તાન એકબીજાને ટેકો આપીને ભારત સામે મોરચો ખોલશે.
આ મુલાકાત માત્ર શિષ્ટાચાર પૂરતી સીમિત નહોતી, પરંતુ ૨૦૨૮ થી ૨૦૩૧ સુધીના આગામી શિડ્યુલ પર પણ ગહન ચર્ચાઓ થઈ છે. મોહસિન નકવી ઈચ્છે છે કે બાંગ્લાદેશ જેવો દેશ પાકિસ્તાનનો સાથ આપે, જેથી એશિયન ક્રિકેટમાં ભારત એકલું ન પડી જાય. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાનનો આ મોરચો ક્રિકેટના પાવર હાઉસ ગણાતા ભારત સામે ટકી શકશે કે કેમ!
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
