<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

અવકાશ ક્ષેત્રે પાકિસ્તાનની મોટી છલાંગ : મહંમદ ઝીશાન અલી ચીનના તિયાનગોંગ અવકાશ મથકમાં જનારા પ્રથમ વિદેશી અવકાશયાત્રી બનવાનો ઇતિહાસ રચશે ચીન અને પાકિસ્તાન વચ્ચે વધતા અવકાશ સહયોગનું મહત્વપૂર્ણ સીમાચિહ્ન : તિયાનગોંગ મથક પર વિદેશી અવકાશયાત્રીના પ્રવેશથી નવા અધ્યાયની શરૂઆત

બેઇજિંગ : પાકિસ્તાનના મહંમદ ઝીશાન અલી ચીનના મહત્વાકાંક્ષી તિયાનગોંગ અવકાશ મથકમાં જનારા પ્રથમ વિદેશી અવકાશયાત્રી બનશે. આ જાહેરાતને ચીન અને પાકિસ્તાન વચ્ચેના વ્યૂહાત્મક અને વૈજ્ઞાનિક સહયોગના ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.

ચીને પોતાનું સ્વદેશી અવકાશ મથક તિયાનગોંગ તૈયાર કર્યા બાદ તેને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે ખુલ્લું મૂકવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. આ અભિયાન હેઠળ પ્રથમ વિદેશી અવકાશયાત્રી તરીકે પાકિસ્તાની નાગરિકની પસંદગી થવી એ બંને દેશોના ગાઢ સંબંધોને દર્શાવે છે.

મહંમદ ઝીશાન અલીની આ અવકાશ યાત્રા પાકિસ્તાનના અવકાશ કાર્યક્રમ માટે ઐતિહાસિક ક્ષણ સાબિત થશે. આ મિશન દ્વારા બંને દેશો વચ્ચે અવકાશ વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે સહયોગને નવી ગતિ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(9:39 AM IST)