તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
પાકિસ્તાનની નાપાક હરકત પર ભારત લાલચોળ: ૧૨૫ વર્ષ જૂના ઐતિહાસિક ગુરુદ્વારા પર બુલડોઝર ફેરવતા નવી દિલ્હીએ લગાવી જોરદાર ફટકાર, ઇસ્લામાબાદ પાસે કરી મોટી માંગ!
પંજાબ પ્રાંતના ફરુખાબાદમાં ધાર્મિક સ્થળ તોડી પડાતા શીખ સમુદાયમાં ભારે આક્રોશ; ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું— "લઘુમતીઓને નિશાન બનાવવાનું બંધ કરો, ગુરુદ્વારાનું તાત્કાલિક પુનઃનિર્માણ કરો"

નવી દિલ્હી : પાકિસ્તાનમાં લઘુમતીઓ અને તેમના ધાર્મિક સ્થળો પર થઈ રહેલા અત્યાચારોનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેને લઈને ભારત સરકારે પાકિસ્તાન સામે આકરો વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા ફારુખાબાદમાં એક સ્થાનિક ઉદ્યોગપતિ દ્વારા ૧૨૫ વર્ષ જૂના ઐતિહાસિક 'ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા સાહિબ'ને તોડી પાડવામાં આવ્યો છે. આ શરમજનક ઘટનાને પગલે ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ કડક શબ્દોમાં નિંદા કરી છે અને આને પાકિસ્તાન પુરસ્કૃત "લક્ષિત તોડફોડ" ગણાવી છે.
વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને આપી કડક ચેતવણી
ભારતીય વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન જારી કરીને આ ઘટનાને "અત્યંત ચિંતાજનક અને નિંદનીય" ગણાવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, "અમે પાકિસ્તાનના ફારુખાબાદમાં પવિત્ર અને આદરણીય શીખ ધર્મસ્થાનને તોડી પાડવાના ખૂબ જ દુઃખદ અહેવાલો જોયા છે. ભારત આ કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરે છે." ભારતે પાકિસ્તાન સરકાર પાસે માંગ કરી છે કે આ ગુના માટે જવાબદાર લોકો સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને ગુરુદ્વારાના તોડી પાડવામાં આવેલા ભાગોનું વહેલી તકે પુનઃસ્થાપન અને પુનર્નિર્માણ કરવામાં આવે.
સ્થાનિક તંત્ર અને ETPB ની શંકાસ્પદ ભૂમિકા
આ ઘટના બાદ પાકિસ્તાનમાં વસતા લઘુમતી શીખ સમુદાયમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને ત્યાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. આ મામલામાં સૌથી ગંભીર બાબત એ છે કે જ્યારે ગુરુદ્વારાને તોડવામાં આવી રહ્યું હતું, ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર અથવા પાકિસ્તાનના ઇવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ETPB) દ્વારા તેને રોકવા માટે કોઈ અર્થપૂર્ણ પગલાં લેવામાં આવ્યા ન હતા. ભારતે આક્ષેપ કર્યો છે કે પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ અને તેમના પૂજા સ્થાનોને વ્યવસ્થિત રીતે નિશાન બનાવવાનો સિલસિલો સતત ચાલુ છે, જે બંધ થવો જોઈએ.
ભારતમાં પણ ઉગ્ર વિરોધ—DSGMC એ હસ્તક્ષેપની માંગ કરી: પાકિસ્તાનની આ નાપાક હરકત સામે ભારતમાં પણ શીખ સમુદાય રસ્તા પર ઉતરી આવ્યો છે. 'દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી' (DSGMC) ના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે કેન્દ્ર સરકારને એક મેમોરેન્ડમ સુપરત કરીને પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ લાવવા વિનંતી કરી છે, જેથી ગુરુદ્વારાને વધુ નુકસાન થતું અટકાવી શકાય.
આ આંતરરાષ્ટ્રીય વિવાદે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં વધુ તણાવ પેદા કર્યો છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ગુરુદ્વારા સાહિબનું સન્માનપૂર્વક પુનઃનિર્માણ નહીં થાય ત્યાં સુધી આ મુદ્દો વૈશ્વિક મંચ પર ઉઠાવવામાં આવશે.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
