<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

કાનપુરમાં પાંડુ નદી ઓવર ફ્લો : નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસતાં સેંકડો ઘરો ડૂબ્યા, એનડીઆરએફ મેદાનમાં

રાતોરાત પૂર જેવી સ્થિતિ : પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડાયા, રાહત છાવણીમાં રોજ ચારસો લોકોને ભોજન

કાનપુર: પાંડુ નદીનું જળસ્તર વધતાં અનેક વસાહતોમાં પાણી ઘૂસ્યું અને એનડીઆરએફ દ્વારા બચાવકાર્ય શરૂ કરાયું.

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ભારે વરસાદ બાદ પાંડુ નદીનું જળસ્તર વધતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગોપાલપુરમ, જરૌલી ફેઝ-૨ અને બર્રા વિસ્તારની કેટલીક વસાહતો પાણીમાં ઘેરાઈ ગઈ છે.

બર્રા-૮ની વરુણ વિહાર કાચી વસાહતમાં નદીનું પાણી લગભગ ૩૦૦ ઘરો સુધી પહોંચ્યાના અહેવાલ છે. લોકો ઘરવખરી સુરક્ષિત સ્થળે લઈ જવા મજબૂર બન્યા છે.

કેટલાક પરિવારો પાણી વચ્ચે ફસાતા એનડીઆરએફની ટીમો તાત્કાલિક તૈનાત કરવામાં આવી છે. તંત્રએ અસરગ્રસ્ત લોકોને નજીકની પૂર રાહત છાવણીમાં ખસેડવાની વ્યવસ્થા કરી છે. છાવણી ખાતે સામૂહિક રસોડું શરૂ કરાયું છે, જ્યાં રોજ આશરે ૪૦૦ લોકોને ભોજન આપવામાં આવી રહ્યું છે.

ભૌતી-પંકા જોડતા માર્ગ ઉપર પુલ પરથી પાણી વહેવા લાગતાં સાવચેતીરૂપે વાહનવ્યવહાર બંધ કરાયો હતો. સ્થાનિક પોલીસ અને વહીવટી અધિકારીઓને સતત નજર રાખવા સૂચના અપાઈ છે.

(12:10 PM IST)