<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

ધોમધખતા તાપમાં મિનિટોમાં શેકાઈ ગયો પાપડઃ ઈંડું પણ પાકી ગયું

હાય યે ગરમી...! રણ પ્રદેશની આ અનોખી તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે : ગ્રામીણ લોકોએ રેતી પર પાપડ રાખીને અને ઈંડું દાટીને ભીષણ ગરમીની અસર બતાવીઃ ગણતરીની મિનિટોમાં પાપડ શેકાઈ ગયો, જ્‍યારે રેતીમાં દાટેલું ઈંડું પણ પાકી ગયું હોય તેમ દેખાયું

જેસલમેર તા.૨૦: રાજસ્‍થાનના રણમાં ગરમી આ વખતે માત્ર તાપમાન પૂરતી સીમિત નથી. અહીંની રેતી હવે લોકોને સીધી ડરાવવા લાગી છે. બપોરના સમયે પરિસ્‍થિતિ એવી થઈ જાય છે કે જમીન પર થોડી મિનિટો ઊભા રહેવું પણ મુશ્‍કેલ બને છે. જેસલમેરના ગ્રામીણોએ આ કાળઝાળ ગરમી બતાવવા માટે એવો રસ્‍તો અપનાવ્‍યો, જેણે દરેકને હેરાન કરી દીધા છે. કોઈએ રેતી પર પાપડ મૂકી દીધો તો કોઈએ રેતીની અંદર ઈંડું દાટી દીધું. થોડી જ વારમાં જે પરિણામ સામે આવ્‍યું, તેણે રણની અસલી ગરમી બતાવી દીધી.

ગ્રામીણોના જણાવ્‍યા અનુસાર, બપોરે સૂરજ માથે આવતાની સાથે જ રેતીની ઉપરની સપાટી તવાની જેમ ગરમ થઈ જાય છે. આ જ બતાવવા માટે ગામના લોકોએ સમતલ જગ્‍યા પર પાપડ મૂક્‍યો. આશરે ચારથી પાંચ મિનિટ પછી જ્‍યારે પાપડ ઉથલાવવામાં આવ્‍યો તો તે કુરકુરો થઈને શેકાઈ ચૂક્‍યો હતો. બાજુમાં જ રેતીને થોડી ખોદીને એક ઈંડું દાટવામાં આવ્‍યું હતું. થોડા કલાકો પછી જ્‍યારે તેને બહાર કાઢવામાં આવ્‍યું તો અંદરનો ભાગ જામી ગયેલો મળ્‍યો હતો. લોકોનું કહેવું છે કે એવું લાગ્‍યું જાણે ઈંડું ધીમે-ધીમે પાકી ગયું હોય. આ કોઈ લેબનો પ્રયોગ નહોતો. આ જેસલમેરના ખુલ્‍લા રણનું લ્લશ્‍ય હતું, જ્‍યાં ગરમી હવે લોકોની રોજિદી જિદગી પર ભારે પડી રહી છે. ગ્રામીણોનું કહેવું છે કે, ઉઘાડા પગે રેતી પર ચાલવું લગભગ અશક્‍ય બની ગયું છે. ઘણા લોકોએ બપોરે ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું છે. ખેતરોમાં કામ કરતા ખેડૂતો પણ હવે વહેલી સવારે અથવા સાંજ ઢળ્‍યા પછી જ બહાર નીકળી રહ્યા છે.

સ્‍થાનિક લોકોએ જણાવ્‍યું કે, હવાનું તાપમાન કંઈક અલગ હોય છે, પરંતુ રેતીની સપાટી તેના કરતાં ક્‍યાંય વધુ ગરમ થઈ જાય છે. પાતળી વસ્‍તુઓ ઉપરથી ઝડપથી શેકાઈ જાય છે, જ્‍યારે રેતીની અંદર દાટેલી વસ્‍તુઓ ધીમે-ધીમે પાકવા લાગે છે. આ જ કારણે પાપડ અને ઈંડા વાળું આ લ્લશ્‍ય હવે સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

ગરમીની અસર માત્ર માણસો સુધી સીમિત નથી. ગામડાઓમાં પશુઓ માટે પણ પરિસ્‍થિતિ મુશ્‍કેલ બની ગઈ છે. ગૌચર સૂના પડ્‍યા છે અને ઢોર-ઢાંખર વૃક્ષો કે છાપરાના છાંયડા શોધતા નજરે પડે છે. ઘણી જગ્‍યાએ ટાંકીઓ અને માટલાનું પાણી પણ ગરમ વરાળ જેવું લાગી રહ્યું છે. લોકોનું કહેવું છે કે, દિવસ દરમિયાન પાણી પીવા છતાં રાહત નથી મળી રહી. બપોરના સમયે બજારોમાં સન્નાટો જેવો માહોલ રહેવા લાગ્‍યો છે. પહેલા જ્‍યાં ચહલ-પહલ રહેતી હતી, હવે ત્‍યાં સૂના રસ્‍તાઓ દેખાય છે. ગરમ પવનો (લૂ) અને ધગધગતી રેતી લોકોને ઘરોમાં રહેવા માટે મજબૂર કરી રહી છે. ગ્રામીણોનું કહેવું છે કે, આ માત્ર વાયરલ વીડિયો બનાવવાની વાત નથી. આની પાછળ રણ પ્રદેશની અસલી મુશ્‍કેલી છુપાયેલી છે. અહીં ગરમી હવે એક મોટો પડકાર બની ગઈ છે. રેતી પર શેકાતો પાપડ અને દાટેલું ઈંડું એ વાતનો સીધો સંકેત છે કે ધરતી કેટલી તપી ચૂકી છે. જેસલમેરના લોકો આ ભીષણ ગરમીને દરરોજ સહન કરી રહ્યા છે અને આવનારા દિવસોને લઈને ચિંતા પણ વધતી જઈ રહી છે.

(10:35 AM IST)