તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
પરિમલભાઈ નથવાણી ઐતિહાસિક ચોથી ટર્મ માટે ઝારખંડથી રાજ્યસભામાં ચૂંટાયા
રાજ્યસભાના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા અપક્ષ સાંસદનો રેકોર્ડ અકબંધ : ઝારખંડને પોતાની કર્મભૂમિ જાહેર કરનાર નથવાણી ગ્રામીણ વિકાસ, કૌશલ્યવર્ધન અને માળખાગત સુવિધાઓ પર કેન્દ્રિત કરશે ભવિષ્યનું ધ્યાન; નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ સહિત ભાજપ-NDA નેતળત્વનો વ્યક્ત કર્યો આભાર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૧૯: પરિમલભાઇ નથવાણી ઝારખંડ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. રાજ્યની ૨ રાજ્યસભા બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં શ્રી નથવાણીએ ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે.
શ્રી નથવાણીએ અગાઉ ૨૦૦૮થી ૨૦૨૦ વચ્ચે ઝારખંડથી અપક્ષ સાંસદ તરીકે સત બે ટર્મ સુધી સેવા આપી ચૂકયા છે. રાજ્યસભાના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા અપક્ષ સાંસદ હોવાનો ખાસ રેકોર્ડ તેમના નામે છે. વર્ષ ૨૦૨૦માં આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યા બાદ, તેમનું ઝારખંડથી ફરીથી ચૂંટાઈ આવવું એ રાજ્ય માટે મહત્વપૂર્ણ વાપસી ગણાઈ રહી છે. શ્રી નથવાણીએ ઝારખંડને ઘણા લાંબા સમયથી પોતાની કર્મભૂમિ તરીકે જાહેર કરી છે.
આ જીત બદલ શ્રી નથવાણીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગળહમંત્રી શ્રી અમિતભાઇ શાહ, રાષ્ટ્રીય ભાજપ પ્રમુખ નીતિન નબીન, ઝારખંડ ભાજપ પ્રમુખ આદિત્ય સાહુ, વિધાનસભામાં ભાજપના નેતા બાબુલાલ મરાંડી, મુખ્ય વ્હીપ નવીન જયસ્વાલ તેમજ ભાજપ અને NDAના તમામ સાથી ધારાસભ્યોનો સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો.
ભવિષ્યના રોડમેપ વિશે તેમણે કહ્યું: અહીં એક દાયકાથી વધુ સમય વિતાવ્યા બાદ, ઝારખંડ હવે મારા માટે નવું સ્થળ નથી. તે મારી કર્મભૂમિ છે. આગળ વધતાં, હું મારું ધ્યાન ગ્રામીણ વિસ્તારો તરફ કેન્દ્રિત કરીશ. મજબૂત કૌશલ્યવર્ધન કાર્યક્રમો ચલાવીને, કુટીર ઉદ્યોગને પુનર્જીવિત કરીને પાયાના સ્તરે આજીવિકાની ટકાઉ તકોનું સર્જન કરીશ. ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ, આરોગ્યસંભાળ અને શિક્ષણના વિકાસ પર મારું મુખ્ય ધ્યાન રહેશે.
પોતાની અગાઉની બે ટર્મ દરમિયાન શ્રી નથવાણીએ સંસદીય જવાબદેહિતાનું સીમાચિホ સ્થાપ્યું હતું.
1. SAGY હેઠળ વિકાર્સં: MPLAD ફંડના લગભગ ૧૦૦ ટકા ઉપયોગ ગ્રામીણ વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા પાછળ કર્યો. SAGY હેઠળ દત્તક લીધેલી બડામ-જરાટોલી, ચુટ્ટુ અને બરવાડાગ પંચાયતો વિકાસના અનુકરણીય મોડેલ બની.
IIM-રાંચી માટે પોતાના વ્યક્તિગત ફંડમાંથી રૂ. ૧૫ કરોડ આપી ૬૦૦ બેઠક ક્ષમતાનો સેમિનાર હોલ બનાવ્યો. રાંચી મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલનું રૂા. ૧.૦૭ કરોડના ખર્ચે પુનર્નિર્માણ કરાવ્યું. રાજ્યભરમાં આરોગ્ય પેટા-કેન્દ્રો અને એમ્બુલન્સ દાન કરી.
બડામમાં ત્રણ માળની મોડેલ સ્કૂલ, કરમટોલીમાં આદિવાસી છાત્રાલય માટે પુસ્તકાલય, ગ્રામીણ યુવાનો માટે મફત કમ્પ્યુટર કેન્દ્રો, ઊંડા બોરિંગ, PCC સડકો, સૌર ઉર્જા પ્લાન્ટ અને સૌર લેમ્પનું વિતરણ કર્યું.
૪.સાંસ્કળતિક-રમતગમત વિકાસ : સારણા, મતાા, મડાઈ જેવા પવિત્ર આદિવાસી ધાર્મિક સ્થળોનું નવસર્જન કર્યું. યુવાનો માટે સ્ટેડિયમ, સ્પોર્ટ્સ ગેલેરી અને સમુદાય ઉદ્યાનો બનાવડાવ્યા.
શ્રી નથવાણી સંસદમાં ઝારખંડના સૌથી સક્રિય પ્રતિનિધિઓમાંના એક રહ્યા છે. કાર્યકાળ દરમિયાન તેમણે રાજ્યસભામાં ઝારખંડના વિકાસને લગતા ૧,૨૦૦થી વધુ પ્રશ્નો ઉઠાવ્યા છે. ગ્રામીણ વિકાસ, દુષ્કાળ વ્યવસ્થાપન, કુપોષણ, માળખાગત વિલંબ, ન્યાયાધીશોની ખાલી જગ્યાઓ, શિક્ષણ સંસ્થાઓના આધુનિકીકરણ જેવા પ્રાદેશિક-રાષ્ટ્રીય મુદ્દાઓની આક્રમક રજૂઆત કરી છે.
ઝારખંડમાંથી ચોથી વખત ચૂંટાઈ આવતા આ રાજ્યે સંસદમાં એક બુલંદ, વિકાસ-લક્ષી અવાજ મેળવ્યો છે જે કોર્પોરેટ રોકાણ અને લક્ષ્યાંકિત જાહેર કલ્યાણ બંને આગળ વધારવા સક્ષમ છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
