તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
૧૦ વર્ષથી પરિવારનો હિસ્સો હતો પોપટ એલેક્સઃ ગુમ થતાં કાશીમાં લાગ્યા પોસ્ટરઃ શોધી આપનારને મળશે ૧૧૦૦૦નું ઈનામ
વારાણસીમાં ૧૦ વર્ષથી પરિવાર સાથે રહેતો પોપટ અચાનક ગુમ થતાં એક પરિવારની ઊંઘ હરામ થઈ ગઈ

વારાણસી,તા.૨૩: વારાણસીની ગલીઓમાં એક અનોખી શોધખોળ ચાલી રહી છે. જેમાં પોસ્ટરો લાગી રહ્યા છે, લોકો પૂછપરછ કરી રહ્યા છે અને ઈનામની જાહેરાત પણ થઈ છે. જે તેને શોધીને લાવશે તેને ૧૧ હજાર રૂપિયા કેશ મળશે. પણ આ કોઈ માણસની વાત નથી થઇ રહી, આ તો એક પોપટ છે જેનું નામ છે એલેક્સ.
દારાનગર વિસ્તારમાં રહેતા મૌર્ય પરિવાર પાસે એલેક્સ છેલ્લા દસ વર્ષથી હતો. માત્ર પાળતુ પક્ષી નહીં પણ પરિવારનો એક સભ્ય બની ગયો હતો. ઘરની રોજિદી જિદગીમાં તેની હાજરી હંમેશા રહેતી. પણ ૧૬ નવેમ્બરે અચાનક બધું બદલાઈ ગયું. ઘરમાં ટાઈલ્સ નાખવાનું કામ ચાલતું હતું. મશીનોનો તીવ્ર અવાજ સાંભળીને એલેક્સ ગભરાઈ ગયો અને ઉડી ગયો. પરિવારે આસપાસ શોધ્યું, પડોશીઓને પૂછ્યું પણ ક્યાંય પત્તો ન મળ્યો.
ત્યારબાદ પરિવારે એક નવો રસ્તો અપનાવ્યો. કાશીની ગલીઓમાં પોસ્ટરો લગાવવાનું શરૂ કર્યું. પોસ્ટર પર એલેક્સની તસવીર સાથે સાફ અપીલ લખાઈ છે કે જે તેને શોધીને લાવશે તેને ૧૧ હજાર રૂપિયાનું ઈનામ મળશે. અરવિદ મૌર્ય, તેમના પુત્ર અને પરિવારના અન્ય સભ્યો હાલ વારાણસીની ગલીઓમાં ફરી ફરીને આ પોસ્ટરો લગાવી રહ્યા છે. તેમની આશા છે કે કોઈએ તેને જોયો હોય કોઈની છત પર કે વૃક્ષ પર બેઠેલો હોય.
એલેક્સના જવાથી ઘરમાં એક ખાલીપો પ્રસરી ગયો છે. પરિવાર પાસે એક ડોગી પણ છે જે દિવસભર એલેક્સ સાથે રહેતો. હવે તે પણ ઉદાસ રહે છે. એલેક્સની માલકિન શિખા મૌર્ય કહે છે કે તેની હાજરીથી ઘરમાં રૌનક રહેતી. હવે સન્નાટો છવાઈ ગયો છે અને પરિવારનું મન કોઈ કામમાં નથી લાગતું.
જેની રસપ્રદ વાત એ છે કે ૨૦૧૯માં પણ એલેક્સ એક વાર ઉડી ગયો હતો. ત્યારે તે ખજૂરી વિસ્તારમાં મળ્યો હતો અને પરિવારે તેને પાછો લાવનારને ૫૧૦૦ રૂપિયા ઈનામ આપ્યું હતું. આ વખતે ૧૧ હજારનું ઈનામ રાખવામાં આવ્યું છે. અરવિદ મૌર્ય કહે છે કે જો આ રકમથી પણ ન મળે તો તેઓ તેને વધારીને ૨૧ હજાર સુધી કરી દેશે અને વધારાની ભેટ પણ આપશે.
જેમાં એક જ વિનંતી છે કે,જો કોઈને એલેક્સ દેખાય તો તરત જાણ કરે. દસ વર્ષથી સાથે રહેલો સાથી અચાનક ગાયબ થઈ જાય તો ઘરમાં કેટલો મોટો ખાલીપો પડે છે, તે આ પરિવાર સારી રીતે અનુભવી રહ્યો છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
