<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

ફિલિપાઇન્‍સના સમુદ્રમાં મુસાફર ફેરી બની અગનગોળોઃ ૫ ના મોત, ૮૦ લાપતા

મનિલાથી કોરોન જતી જૂન એસ્‍ટરમાં ભીષણ આગઃ ૧૩૪ લોકો સવાર, ૪૩ બચાવાયા

મનિલા તા.૧૦: ફિલિપાઇન્‍સના પヘમિી પાલાવાન પ્રાંતના કોરોન નજીક ગઈ રાત્રે પ્રવાસીઓ અને કર્મચારીઓથી ભરેલી મુસાફર ફેરી ‘જૂન એસ્‍ટર'માં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. દુર્ઘટનામાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત થયાં છે, જ્‍યારે એંસીથી વધુ લોકોનો હજુ પત્તો લાગ્‍યો નથી. દરિયામાં વ્‍યાપક શોધ અને બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

આ ફેરી મનિલાના બાસેકોથી કોરોન જવા રવાના થઈ હતી. સત્તાવાર મુસાફર યાદી મુજબ તેમાં એકસો સત્તર મુસાફરો અને સત્તર કર્મચારીઓ સહિત કુલ એકસો ચોત્રીસ લોકો સવાર હતા. આગ લાગ્‍યા બાદ ૪૩ લોકોને જીવતા બચાવવામાં આવ્‍યા હતા. લાપતા લોકોની ચોક્કસ સંખ્‍યા બચાવ કામગીરી આગળ વધતાં બદલાઈ શકે છે.

કોરોનના મર્સિલા વિસ્‍તારથી આશરે ૨.૨ કિલોમીટર દૂર સમુદ્રમાં બનેલી દુર્ઘટનાના લ્લશ્‍યોમાં ફેરીનો મોટો ભાગ આગની જ્‍વાળાઓમાં લપેટાયેલો દેખાયો હતો. બચાવકર્મીઓએ મૃતદેહો બહાર કાઢ્‍યા હતા, જ્‍યારે સ્‍થાનિક માછીમારો સહિતનાં દળોએ જીવ બચાવવાની કામગીરીમાં મદદ કરી હતી. પ્રતિકૂળ હવામાન અને દરિયાના તીવ્ર પ્રવાહને કારણે શોધખોળ મુશ્‍કેલ બની હોવાનું જણાવાયું છે. ફેરીમાં આગ કયા કારણોસર લાગી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને ઘટનાની તપાસ ચાલુ છે

(1:24 PM IST)