તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
ફલાઇટમાં મુસાફરે એટલી ધમાચકડી કરી કે તેને ડક્ટ ટેપથી બાંધી દેવો પડયો
માથા ફરેલ મુસાફરે મદદ કરવા આવેલા નિવૃત્ત પોલીસ-ઑફિસરને બચકું ભરી લીધું : બોઇંગની ફર્સ્ટ ક્લાસની સીટ પર ડક્ટ ટેપથી બંધાયેલા આ પેસેન્જરની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ

ન્યુયોર્ક,તા.૮: અમેરિકન ઍરલાઇન્સની ફલાઇટમાં ઉડ્ડયન દરમ્યાન એક માથાફરેલ મુસાફરે એવો હોબાળો મચાવ્યો કે ફલાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. ડેલસથી ન્યુ યોર્ક જઈ રહેલી ફલાઇટમાં ફર્સ્ટ ક્લાસના સેક્શનમાં બેઠેલા એક મુસાફરે અચાનક પોતાની બાજુની સીટ પર બેઠેલા મુસાફર સાથે ગાળાગાળી અને મારપીટ શરૂ કરી દીધી હતી.
આ દરમ્યાન એક મહિલા મુસાફર વચ્ચે પડવા ગઈ તો તેના પર પણ તેણે હુમલો કરી દીધો. ફલાઇટ-અટેન્ડન્ટે પરિસ્થિતિને કાબૂમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે માથાફરેલ મુસાફર વધુ હિસક બની ગયો હતો. આ જોઈને વિમાનમાં મુસાફરી કરી રહેલા એક નિવૃત્ત પોલીસ-અધિકારી અને અન્ય મુસાફરો તેની મદદે આવ્યા હતા.
પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે આ માથાફરેલ મુસાફરે મદદ કરવા આવેલા નિવૃત્ત પોલીસ-ઑફિસરને બચકું ભરી લીધું હતું. આખરે ક્રૂ-મેમ્બરની મદદથી મુસાફરોએ તેને પહેલાં ઝિપ-ટાઇ એટલે કે પ્લાસ્ટિકની હાથકડીથી બાંધ્યો. એમ છતાં તે ઊભા થવાનો પ્રયાસ કરી રહ્યો હતો એટલે મુસાફરોએ આખરે ડક્ટ ટેપ મગાવીને તેને સીટ સાથે આખેઆખો મજબૂતીથી બાંધી દીધો હતો.
મુસાફરને શ્વાસ લેવામાં તકલીફ ન પડે એટલા માટે તેના મોઢા પર ટેપ નહોતી લગાવી, પરંતુ એમ છતાં તે સતત કૂદાકૂદ કરતો હતો. આ દરમ્યાન એક મુસાફરને વિમાનનું બાલ્ટિમોર ઍરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ ન થયું ત્યાં સુધી ૧૫ મિનિટ સુધી તે સનકી મુસાફરના ખોળામાં બેસી રહેવું પડ્યું હતું.
લેન્ડિંગ થતાં જ ઍરપોર્ટ પોલીસે વિમાનમાં ઘૂસીને આ ઉપદ્રવી મુસાફરની અટકાયત કરી હતી. બોઇંગની ફર્સ્ટ ક્લાસની સીટ પર ડક્ટ ટેપથી બંધાયેલા આ પેસેન્જરની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં જ લોકો કહી રહ્યા છે કે હવામાં દાદાગીરી કરનારાઓને આવી જ ટ્રીટમેન્ટ મળવી જોઈએ.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
