તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
ટ્રેનમાં મુસાફરોને ભોજન થાળીમાં પહોંચે તે પહેલાં હવે તપાસ થશે
આઈઆરસીટીસી અને ક્યુસીઆર વચ્ચે કરાર થયો : જાણ કર્યા વિના ટ્રેન, સ્ટેશન પર અચાનક તપાસ થશે, ભોજનની ગુણવત્તા અંગે ૨૪ કલાકમાં રિપોર્ટ અપાશે

નવી દિલ્હી,તા.૧૭ : લાંબી મુસાફરી દરમિયાન ટ્રેનમાં મળતું ભોજન અનેક મુસાફરો માટે અનિવાર્ય હોય છે. પરંતુ ભોજનની ગુણવત્તા કેવી છે, તે સ્વચ્છ જગ્યાએ તૈયાર થાય છે કે નહીં અને ખાદ્ય મુસિ સામગ્રી યોગ્ય રીતે સચવાય છે કે નહીં તેની ચિતા પણ મુસાફરોને રહેતી હોય છે. આવી સ્થિતિમાં રેલવેએ ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતાની તપાસ વધુ કડક બનાવવાની દિશામાં પગલું ભર્યું છે.
રેલવેમાં મુસાફરોને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા જળવાય તે માટે આઈઆરસીટીસી અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા વચ્ચે કરાર કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થા હેઠળ ટ્રેનોમાં ભોજન પૂરું પાડતા એકમો અને રેલવે સ્ટેશનો પરના ખાણીપીણીના કેન્દ્રોની તપાસ કરાશે. તપાસ દરમિયાન ભોજન બનાવવાની જગ્યાએ સ્વચ્છતા, ખાદ્ય સામગ્રીનો સંગ્રહ, કર્મચારીઓની સ્વચ્છતા અને ભોજન યોગ્ય રીતે સચવાય છે કે નહીં તેની ચકાસણી કરાશે. સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ જાણી શકાય તે માટે અગાઉથી જાણ કર્યા વિના તપાસ કરવામાં આવશે. નિરીક્ષણ દરમિયાન તસવીરો સહિતના પુરાવા ડિજિટલ માધ્યમથી નોંધવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ ૨૪ કલાકમાં અહેવાલ રજૂ કરવાનો રહેશે. જો કોઈ જગ્યાએ સ્વચ્છતા કે ભોજનની ગુણવત્તામાં ખામી જણાશે તો સંબંધિત કેટરિગ સંચાલક સામે સુધારાત્મક અથવા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.(૪૦.૧૬)
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
