તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
મનથી રાગ, ચિતથી યોગ પરંતુ હદયથી અનુરાગ નીકળે છેઃ પૂ.મોરારીબાપુ
કેરળમાં ‘માનસ મૃત્યુલોક' શ્રીરામકથાનો આજે પાંચમો દિવસ

રાજકોટ, તા.૧૭: ેરળના પાટનગર કોચીની ધરતી પર પ્રવાહીત થઈ રહેલી માનસ મૃત્યુલોક રામકથાના ચોથા દિવસે ગઈકાલે કથાનો પ્રેમમય સંવાદ આગળ ધપાવતા પૂ.મોરારીબાપુએ કહયું હતું કે, એક પ્રશ્ન પૂછાયો છે કે બાપુ, તમે મૃત્યુલોકનો મહિમા ગાવ છો પણ એનો સ્વીકાર નથી થતો તો શું કરવું? જવાબઃ મૃત્યુના ઊંડાણને જાણવું એને બાંધવું, મૃત્યુતત્વને ઓળંગી જવું અને એને પી જવું. તમને પુછું કે તમે શ્રીકૃષ્ણને, રામને, મહાદેવ-શંકરને પરમાત્મા માનો છો? અને શ્રીકૃષ્ણ તમારે ઘેરે આવે, કોઈ પણ સ્વરૂપે કૃષ્ણ તમારે ત્યાં આવે તો એને સ્વીકારો કે નહીં? કૃષ્ણ, રામ, મહાદેવ મૃત્યુલોકમાં આવ્યા છે. કૃષ્ણ મૃત્યુ છે પણ કૃષ્ણકથા અમૃત્ય (અમૃત) છે, રામજી મૃત્યુ છે, રામકથા અમૃત છે, શંકર મૃત્યુ છે, શિવકથા અમૃત છે. રામ, કૃષ્ણ, મહાદેવને પરમાત્મા માનીએ છીએ આ ત્રણેય પરમાત્મા મૃત્યુલોક-પૃથ્વીલોકમાં આવ્યા છે.
પૂ.મોરારીબાપુએ વધુમાં જણાવ્યું હતું કે, મનથી રાગ, ચિતથી યોગ પરંતુ હદયથી તો અનુરાગ નીકળે છે, પ્રત્યેકના માતા મહાન જ હોય છે. જ્ઞાનમાં જણાવાનું હોય પરંતુ પ્રેમમાં માનવાનું હોય છે.
પૂ.મોરારીબાપુએ વધુમાં કહયું કે, રૂમી અને કબીર તો કહે છે કે મૃત્યુ એક સુંદર શણગાર સજેલીસ્ત્રી છે, એનું સ્વાગત કરો, એનો સ્વીકાર કરો. મૃત્યુ દુલ્હન છે. અમારે સાધુઓમાં કોઈનું મૃત્યુ થાય તો વાજતે ગાજતે ગાતા ગાતા એને લઈ જવામાં આવે છે. મૃત્યુને મહોત્સવ બનાવો.
પૂ.મોરારીબાપુએ વધુમાં કહયું કે, જે જે મહાપુરૂષો ઉંચાઈ પર ગયા છે, સમાજે લોકોએ એનો વિરોધ જ કર્યા છે. નરસિંહ મહેતા, ગાંધીજી, જીસસ આ બધાને લોકોએ ખૂબ પજવ્યા છે પણ એ લોકો એ લુર્ભાવમુકત ચિતથી સર્વનો સ્વીકાર જ કર્યો છે. સાધુતાના ચાર લક્ષણો છે બાપ! સાધુએ જે સર્વનો સ્થિતી-પરસ્થિતીનો સ્વીકાર કરે. સાધુ કોઈની સાથે કદી તકરાર ન કરે, અરે! તકદીર સાથે પણ એ તકરાર ન કરે, સાધુ સૌને પ્યાર કરે અને ચોથું એ ક્ષણ ક્ષણ ઈશ્વરનો આભાર માને આ છે સાધુતા.
પ્રેમનું મૂળ કયું? પ્રેમથી પરમાત્મા પ્રગટે છે પણ પ્રેમ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધથી, શકિતપાતથી નહીં પણ ભકિતપાત-પ્રેમમાતથી પ્રેમ પ્રગટ થાય છે. મનથી રાગ અને ચિતથી યોગ પ્રગટ થાય છે પણ હદયથી અનુરાગ પ્રગટ થાય છે. (મનોજ જોશી, રાજકોટ) મો.૯૪૨૫૨ ૪૨૧૧૫/૮૧૪૦૨ ૧૩૧૩૦. (રર.૧૭)
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
