<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

પાસપોર્ટ બનાવવાનું હવે ઘણું વધારે સ્માર્ટ અને ઝડપી બન્યું :માત્ર 5 દિવસની અંદર જ પાસપોર્ટ મેળવી શકશો.

સરકારે પાસપોર્ટ જારી કરવાની પ્રક્રિયામાં ક્રાંતિકારી પરિવર્તનો કર્યા: જાણો પાંચ મહત્વના અપડેટ

નવી દિલ્હી :ભારતીય પાસપોર્ટ બનાવવાનું હવે અગાઉથી ઘણું વધારે સ્માર્ટ અને ઝડપી બનવા જઇ રહ્યું છે. સરકારે પાસપોર્ટ જારી કરવાની પ્રક્રિયામાં ક્રાંતિકારી પરિવર્તનો કર્યા છે જેથી હવે  અઠવાડિયાઓનો ઈંતજાર પૂર્ણ થશે! ઈ-પાસપોર્ટની શરુઆત અને ડિજિટલ પોલીસ વેરિફિકેશન જેવા મોટા પગલાથી હવે કેવળ 5 દિવસની અંદર જ તમારો પાસપોર્ટ મેળવી શકશો.  

સરકારે પાસપોર્ટ જારી કરવાની પ્રક્રિયામાં ક્રાંતિકારી પરિવર્તનો કર્યા છે.

1. ખોટો પાસપોર્ટ બનાવવો અસંભવ બનશે

હવે પાસપોર્ટમાં એક ઇલેક્ટ્રોનિક માઇક્રોચિપ લાગેલી હશે જેમાં તમારી બાયોમેટ્રિક માહિતી સુરક્ષિત રહેશે. એનાથી એરપોર્ટ પર ઇમિગ્રેશનની પ્રક્રિયા ઝડપી બનશે અને ખોટો પાસપોર્ટ બનાવવો અસંભવ બની જશે!

 2. પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ રીતે ડિજિટલ

 

હવે mPassport Police App દ્વારા પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ રીતે ડિજિટલ થઇ ગઈ છે. પહેલા જે કામમાં 15 થી 20 દિવસો લાગતા હતા એમાં હવે નવી ટેકનિકની સહાયતાથી કેવળ 5 દિવસમાં જ કાર્ય પૂર્ણ થઇ જશે.

3. ‘પેપરલેસ’ અરજી

હવે પાસપોર્ટ ઓફિસ માં અસલ દસ્તાવેજોનો ઢગલો લઇને જવાની જરુર નથી. આધાર, પૅન કાર્ડ અને માર્કશીટને ડિજી લૉકરથી લિંક કરીને તમે ‘પેપરલેસ’ અરજી કરી શકો છો, જેથી તરત જ વેરિફિકેશન થઇ શકશે.

4. તમારા ઘરઆંગણે પાસપોર્ટની સુવિધા

 

હવે તમારા નજીકની પોસ્ટ ઑફિસ (Post Office)માં પણ ‘પોસ્ટ ઑફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર’ (POPSK) ઉપલબ્ધ છે. મોટા શહેરોના ચક્કર લગાવવાના સ્થાને હવે નાના શહેરો અને ગ્રામીણ ક્ષેત્રોના લોકો પોતાની નજીકની પોસ્ટ ઑફિસમાં જ બાયોમેટ્રિક આપી શકે છે.

5. પાસપોર્ટ પાવર 2026

હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 અનુસાર, ભારતીય પાસપોર્ટની રેન્કિંગમાં સુધારો થયો છે. હવે ભારતીય નાગરિકો દુનિયાના અનેક દેશો જેવા કે થાઈલેન્ડ, શ્રીલંકા વગેરેમાં વિઝા વિના અથવા તો વિઝા ઑન અરાઇવલ દ્વારા યાત્રા કરી શકે છે.

 

પાસપોર્ટ અરજી માટેના 5 સરળ સ્ટેપ જાણો

ઑનલાઇન રજીસ્ટ્રેશન> એપોઇન્ટમેન્ટ બુકિંગ> ડિજિટલ ડૉક્યુમેન્ટ સબમિશન> બાયોમેટ્રિક્સ > ઝડપી પોલીસ વેરિફિકેશન….આ 5 સ્ટેપ્સ ફૉલો કરો અને હંમેશાં અધિકૃત ‘Passport Seva’વેબસાઇટ અથવા એપનો જ ઉપયોગ કરવો જેથી ઠગાઇથી બચી શકાય!

 

(8:58 PM IST)