તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
અમેરિકામાં પાટીદાર દીકરીની હત્યા, સ્ટોરમાં ઉભી હતી અને હુમલાખોર ગોળી મારીને જતો રહ્યો
મહેસાણાના વિજાપુરના જંત્રાલ ગામની દીકરી મેઘના પટેલની સ્ટોરમાં અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યાં કરી

જંત્રાલ તા.૨૬: અમેરિકાની ધરતી વધુ એક વાર ગુજરાતીની હત્યાથી લોહિયાળ બની છે. વિજાપુરના જંત્રાલ ગામની પાટીદાર દીકરી મેઘના પટેલની હત્યા થઈ છે. પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયેલા મેઘના પટેલની અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી. હુમલાખોરોએ ક્યાં કારણોસર ગોળી મારી તે હજુ સ્પષ્ટ થયું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણાના વિજાપુર તાલુકાની જંત્રાલ ગામની વતની મેઘના પટેલ પોતાના પરિવાર સાથે વર્ષોથી અમેરિકા સ્થાયી થઈ હતી. તેઓ સ્ટોરમાં ત્યારે એક હુમલાખોર ત્યાં આવ્યો હતો. આ અજાણ્યા શખ્સે તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલાખોર ગોળી ચલાવીને ત્યાંથી ભાગી ગયો હતો. મેઘના પટેલને હુમલા બાદ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતું તેઓ બચી શક્યા ન હતા.
આ ઘટનાથી ફરી એકવાર અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. સતત વધી રહેલી ફાયરિગની ઘટનાને પગલે ગુજરાતીઓ હવે ડરમાં જીવી રહ્યાં છે. ગુજરાતની દીકીર પર અચાનક થયેલા હુમલા બાદ સૌ કોઈ હચમચી ગયા છે. આ હુમલો લૂંટના ઈરાદે કરાયો હોય તેવું લાગી રહ્યું છે. હાલ યુએસએ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લઈને હુમલાખોરને પકડવા માટે વિશેષ ટીમ બનાવી છે, અને કામે લગાડી છે. તો આ ઘટનાને પગલે મહેસાણાના વિજાપુર ખાતે જંત્રાલ ગામે પણ શોક વ્યાપી ગયો છે
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
