<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

ન્‍યૂઝીલેન્‍ડના ઓકલેન્‍ડમાં શ્રી રાધા કૃષ્‍ણ મંદિરનો પાટોત્‍સવ ઉજવાશે : આજથી ‘‘પૂ.ભાઈશ્રી'' રમેશભાઈ ઓઝાના વ્‍યાસાસને શ્રીમદ ભાગવત કથા : ગુજરાતી પરિવારોમાં ભારે ઉત્‍સાહ

ન્‍યૂઝીલેન્‍ડના ઓકલેન્‍ડમાં આવેલ શ્રી રાધા કૃષ્‍ણ મંદિર નો પાટોત્‍સવ તા.૧૩ ને શનિવાર તથા તા.૧૪ ને રવિવારે ભવ્‍યતાથી ઉજવાશે : આ કથાના આયોજનને લઈને ભારે ઉત્‍સાહ છવાયા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૫:  ન્‍યૂઝીલેન્‍ડના ઓકલેન્‍ડમાં આવેલ શ્રી રાધા કૃષ્‍ણ મંદિર નો પાટોત્‍સવ તા.૧૩ ને શનિવાર તથા તા.૧૪ ને રવિવારે ભવ્‍યતાથી ઉજવાશે.

આજે તા.૫ જૂન શુક્રવારથી તારીખ ૧૧ જૂન ગુરુવાર સુધી મહાત્‍મા ગાંધી સેન્‍ટર, રાધાકૃષ્‍ણ મંદિર, ૧૪૫ ન્‍યુ નોર્થ રોડ,એડન ટેરેસ, ઓકલેન્‍ડ ખાતે આંતરરાષ્‍ટ્રીય સંત ભાગવતાચાર્ય ‘‘પૂ.ભાઈશ્રી'' રમેશભાઈ ઓઝાના વ્‍યાસાસને શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થનાર છે ન્‍યૂઝીલેન્‍ડમાં આપણા ગુજરાતના ઘણા પરિવારો વસવાટ કરી રહ્યા છે આ કથા ના આયોજનને લઈને ભારે ઉત્‍સાહ છવાયો છે વધુ માહિતી અને યોગદાન આપવા માટે ભાવિશા પટેલ (૦ ૨૧૧ ૫૬ ૮૬ ૬૭) તથા ભાવનાબેન પટેલ (૦૨૭૬૩ ૯૧ ૬૫) પંડિતજી ડો. દેવરામભાઈ રાવલ (૦ ૨૧૦ ૨૪ ૪૨ ૦ ૪૮)નો સંપર્ક કરવા ઓકલેન્‍ડ ઇન્‍ડિયન એસોસિયેશન રાધાકૃષ્‍ણ મંદિર દ્વારા જણાવાયું છે.

 ઉપરોક્‍ત તસ્‍વીર માં પૂજ્‍ય ભાઈશ્રી ની ભાગવત કથા યોજનાર છે તે ઓકલેન્‍ડનું શ્રી રાધા કૃષ્‍ણ મંદિર અને મહાત્‍મા ગાંધી સેન્‍ટર તેમજ ઈન્‍સેટમા રાધાકૃષ્‍ણ ભગવાન અને પૂજ્‍ય ભાઈશ્રી નજરે પડે છે.(તસ્‍વીર સૌજન્‍ય : મયૂરી વિરલ જોશી- ઓકલેન્‍ડ)

(10:42 AM IST)