<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

છત્તીસગઢમાં ભારે વરસાદથી પેન્ડ્રા-બિલાસપુર માર્ગ પર પુલ ધરાશાયી: એક મુસાફર બસ વચ્ચે જ ફસાઈ

તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ કરાયો :મુખ્ય માર્ગ બંધ થઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ

છત્તીસગઢમાં ભારે વરસાદના કારણે પેન્ડ્રા-બિલાસપુર માર્ગ પર આવેલો એક પુલ અચાનક ધરાશાયી થઈ ગયો હતો, જેના કારણે આ માર્ગ પરથી પસાર થઈ રહેલી એક મુસાફર બસ વચ્ચે જ ફસાઈ ગઈ હતી. જોકે, વહીવટી તંત્ર દ્વારા સમયસર રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનાના પગલે મુખ્ય માર્ગ બંધ થઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે.

 

(11:48 PM IST)