<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

નશામાં ધૂત પોલીસકર્મીનો વીડિયો વાયરલ થતાં લોકો લાલઘૂમ

કાયદો જાળવનારા જ કાયદો ભૂલ્‍યા!

ચિત્રકૂટ,તા.૨૪: ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્‍લામાંથી પોલીસ વિભાગની છબીને અત્‍યંત કલંકિત કરતી ચોંકાવનારી ઘટના ઘટી છે. પોલીસ પર આક્ષેપો કરતા અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. અત્‍યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જે, જેમાં એક પોલીસકર્મી નશાની હાલતમાં જોવા મળી રહ્યો છે. આ વ્‍યક્‍તિ એક ખુરશી પર ઊંધો થઈને પડેલો જોવા મળી રહ્યો છે.

દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે, આ વ્‍યક્‍તિ પોલીસ કર્મચારી છે અને તે દારૂના નશામાં છે! આ વીડિયો વાયરલ થતા લોકો અનેક પ્રકારના સવાલ કરી રહ્યાં છે. આ સાથે પોલીસની કામગીરી અને શિસ્‍ત અંગે પણ આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે.

વીડિયો સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ એક્‍સ પર એક વ્‍યક્‍તિ દ્વારા શરે કરવામાં આવ્‍યો છે. જેમાં પોલીસ કર્મચારી જેવા લાગતો વ્‍યક્‍તિ દારૂના નશામાં હોવાનો પણ દાવો કરવામાં આી રહ્યો છે. વાયરલ વીડિયોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, દારૂ પીધા બાદ તે વ્‍યક્‍તિ પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને આ સ્‍થિતિમાં ખુરશી પર ઢળી પડ્‍યો હતો. જોકે, આ વીડિયો સાચો છે કે, ખોટો? તે અંગે હજી કોઈ સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ વીડિયો વાયરલ થતા લોકો તેને શેર કરી રહ્યાં છે.

આ વીડિયો વાયરલ થતા લોકો પોલીસ પર સવાલો કરતા કહે છે કે, જેમનું કામ કાયદો અને વ્‍યવસ્‍થા જાળવી રાખવાનું છે તે લોકો જ કાયદાનો ભંગ કરી રહ્યાં છે. આ સાથે કેટલાક લોકો દ્વારા આ વ્‍યક્‍તિ સામે કાર્યવાહી કરવાની પણ માંગણી કરી રહ્યાં છે. વાયરલ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઉત્તર પ્રદેશ પોલીસનો કર્મચારી છે. જેથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ્‍સ પ્રમાણે આ વીડિયો વાયરલ થતા ઉત્તર પ્રદેશ રાજ્‍યમાં આવેલા ચિત્રકૂટ જિલ્‍લા પોલીસ દ્વારા ઘટનાની વિગતો શેર કરવામાં આવી છે. એક્‍સ પર પોસ્‍ટ કરતા ચિત્રકૂટ પોલીસે લખ્‍યું કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોના આધારે રિઝર્વ ઇન્‍સ્‍પેક્‍ટર અને મીડિયા સેલના પ્રભારી દ્વારા આપવામાં આવેલા અહેવાલ મુજબ, હેડ કોન્‍સ્‍ટેબલ (સિવિલ પોલીસ), દીપક પ્રકાશ વર્મા કે જેઓ ચિત્રકૂટ જિલ્‍લાના પોલીસ લાઈન્‍સમાં ફરજ બજાવે છે. તેઓ પોલીસ ગણવેશમાં હોવા છતાં નશાની હાલતમાં બેજવાબદારીભર્યું વર્તન કરતા જણાયા છે. આ પ્રકારનું વર્તન જનતાની નજરમાં પોલીસ વિભાગની છબીને કલંકિત કરી રહ્યું છે.

ચિત્રકૂટ પોલીસે લખ્‍યું કે, રિઝર્વ ઇન્‍સ્‍પેક્‍ટર અને સોશિયલ મીડિયા સેલના પ્રભારી દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલના આધારે હેડ કોન્‍સ્‍ટેબલ દીપક પ્રકાશ વર્માને તાત્‍કાલિક અસરથી સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે. આ બાબતે પ્રાથમિક તપાસની જવાબદારી સર્કલ ઓફિસર (સિટી)ને સોંપવામાં આવી છે અને તેમની સામે વિભાગીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

(10:06 AM IST)