તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
કૂચ માટે પરવાનગી માંગી નથી : આકાશવાણી ભવન પર વિરોધ ગેરકાયદેસર હતો: દિલ્હી પોલીસ
પોલીસે જણાવ્યું હતું કે રાહુલ અને પ્રિયંકા ગાંધીને કાયદા મુજબ દૂર કરવામાં આવ્યા

નવી દિલ્હી :લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા વિરોધ પ્રદર્શન સમાપ્ત થયા બાદ, ચૂંટણી પંચે હવે દિલ્હી પોલીસ તરફથી એક નિવેદન બહાર પાડ્યું છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે કૂચ માટે પરવાનગી માંગવામાં આવી ન હતી. આકાશવાણી ભવનમાં વિરોધ ગેરકાયદેસર હતો. પોલીસે જણાવ્યું હતું કે રાહુલ અને પ્રિયંકા ગાંધીને કાયદા મુજબ દૂર કરવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધીએ દિલ્હીમાં વિપક્ષના પ્રદર્શનમાં ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે, લોકતંત્રને હાઈજેક કરવામાં આવ્યું છે અને ‘વોટચોરી’ થઈ છે. ગાંધીએ ચૂંટણી પંચને પારદર્શિતા જાળવવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરીહતી
(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
