<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

પર્સનાલિટીઝ એન્ડ લેજન્ડ્સ ઓફ જમ્મુ-કાશ્મીર” અને “ગ્રેટ પર્સનાલિટીઝ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર” આ વિવાદિત પુસ્તક મામલે જમ્મુ-કાશ્મીરમાં આઠ અધિકારી સસ્પેન્ડ

લેખકો-પ્રકાશકો બ્લેકલિસ્ટ, શાળાની લાઇબ્રેરીમાંથી પુસ્તકો પાછા ખેંચાયા

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરની સરકારી શાળાઓની લાઇબ્રેરીમાં પસંદ થયેલા બે વિવાદિત પુસ્તકોને લઇ સરકારે કડક કાર્યવાહી કરી છે. શાળા શિક્ષણ વિભાગના આઠ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા, એક કરાર આધારિત કર્મચારીને દૂર કરાયો અને ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ અપાયો. લેખકો અને પ્રકાશકોને જમ્મુ-કાશ્મીરમાં બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટ ૩૦ દિવસમાં આપવા કહેવામાં આવ્યું છે.

સરકારી આદેશ મુજબ “પર્સનાલિટીઝ એન્ડ લેજન્ડ્સ ઓફ જમ્મુ-કાશ્મીર” અને “ગ્રેટ પર્સનાલિટીઝ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર” નામના પુસ્તકોમાં અલગાવવાદ સંબંધિત વાંધાજનક સામગ્રી હોવાનો ઉલ્લેખ કરીને કાર્યવાહી કરાઈ છે. 

આ પુસ્તકો સમગ્ર શિક્ષા લાઇબ્રેરી યોજના હેઠળ પસંદ થયા હતા. જમ્મુ, રામબન અને ઉધમપુરમાં પ્રથમ પુસ્તકની ૧૨૩ નકલો તથા જમ્મુ અને બારામુલામાં બીજા પુસ્તકની ૧૨૮ નકલો પહોંચ્યા બાદ પાછી ખેંચાઈ હતી. 

સરકારે પસંદગી પ્રક્રિયામાં “ગંભીર બેદરકારી” હોવાનું જણાવ્યું છે. સસ્પેન્ડ અધિકારીઓમાં લાઇબ્રેરી સંયોજક, સહાયક સંયોજક, પ્રિન્સિપાલ, શૈક્ષણિક અધિકારી અને વ્યાખ્યાતાઓનો સમાવેશ છે. વધારાના મુખ્ય સચિવ અશ્વનીકુમાર તપાસ અધિકારી રહેશે અને ૩૦ દિવસમાં અહેવાલ આપશે. 

(8:34 PM IST)