હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બે-ત્રણ મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે? હરદીપ સિંહ પુરીએ આશા દર્શાવી
એકબાજુ વિશ્વભરમાં પેટ્રોલિયમ પદાર્થોના ભાવમાં ધરખમ વધારો થયો છે, બીજી બાજુ ભારતમાં માત્ર 5% જ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છેઃ પેટ્રોલીયમ મંત્રીનું નિવેદન

નવી દિલ્હીઃ કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને મોટા સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, એકબાજુ વિશ્વભરમાં પેટ્રોલિયમ પદાર્થોના ભાવમાં ધરખમ વધારો થયો છે, બીજી બાજુ ભારતમાં માત્ર 5% જ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાને લઈને હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, વર્તમાન સમયમાં રિફાઇનરીઓએ જે તેલ ખરીદ્યું છે, તે 2 મહિના પહેલાં ખરીદ્યું છે. તેમણે ફ્યૂલની કિંમતમાં ઘટાડાના પણ સંકેત આપ્યા છે. શનિવાર ના રોજ જોધપુરમાં પત્રકારો સાથે વાતચીતમાં કેન્દ્રીય મંત્રીએ પચપદરા રિફાઇનરીને અત્યાધુનિક ટેક્નોલોજી પર આધારિત શ્રેષ્ઠ રિફાઇનરી ગણાવી. તેમણે દાવો કર્યો કે, આગામી 3-4 મહિનામાં રિફાઇનરી 100% ક્ષમતા સાથે કામ શરૂ કરશે.
LPGની અછતને લઈને કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, “તાજેતરમાં જ અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ પછી હોર્મુઝને લઈને જે પરિસ્થિતિ ઉદ્ભવી તેનાથી વિશ્વના 193 દેશો પ્રભાવિત થયા હતા. આ સમસ્યા લગભગ 4 મહિના સુધી રહી, તેમ છતાં દેશમાં કોઈ પણ પેટ્રોલ પંપ પર શટડાઉનની સ્થિતિ ઊભી ન થઈ. અમે ખાનગી રિફાઇનરીઓમાં એલપીજી ઉત્પાદન ક્ષમતા વધારવાનું શરૂ કર્યું છે. 35 હજારથી 55 હજાર મેટ્રિક ટન પ્રતિ દિવસનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. જો બધી પરિસ્થિતિઓ આ જ રીતે અનુકૂળ રહેશે તો 2થી 3 મહિના પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.”
'ઇથેનોલ અંગે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે' - ઇથેનોલ બ્લેન્ડિંગના સવાલો પર કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, તેઓ હંમેશા આલોચના (ટીકા)નું સ્વાગત કરે છે. જો ક્યાંક કોઈ ખરાબ કામ થઈ રહ્યું હોય તો સૂચન આપી શકાય અને કામમાં સુધારો કરી શકાય છે. ઇથેનોલ અંગે અનેક પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી છે. તેમણે કહ્યું કે, ઇથેનોલનો પ્રયોગ અમે શરૂ નથી કર્યો, પરંતુ 100 વર્ષથી આના પર કામ થઈ રહ્યું છે. પહેલી વખત કોંગ્રેસના શાસનકાળમાં 2006થી 2008 વચ્ચે આના પર કામ કરવાની યોજના બનાવવામાં આવી હતી. વાહન બનાવતી મોટી-મોટી કંપનીઓ પણ આ વાત સ્વીકારી ચૂકી છે કે ઇથેનોલનો ઉપયોગ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે, આજે જ્યાં વિશ્વભરમાં રિફાઇનરીની ક્ષમતા ઘટી રહી છે, અમેરિકામાં છેલ્લા 50 વર્ષમાં કોઈ નવી રિફાઇનરી સ્થાપિત થઈ નથી. તે સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃઢ નિશ્ચયથી 2014 પછી 2 નવી રિફાઇનરી સ્થાપિત કરવામાં આવી છે. પીએમ મોદીનો સંકલ્પ પેટ્રોલિયમ ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવાનો છે. આ દિશામાં પચપદરાની રિફાઇનરી એક મજબૂત પગલું સાબિત થશે.
પચપદરામાં રિફાઇનરીને પડકારજનક કાર્ય ગણાવતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આશરે 490 કિલોમીટર દૂરથી પાઈપલાઈન પાથરીને તેલ અહીં લાવવામાં આવ્યું છે. વર્ષ 2018થી 2023 વચ્ચે રાજ્યમાં કોંગ્રેસની સરકારે આ કામને અટકાવી રાખ્યું હતું. જેવી જ 2023માં રાજસ્થાનમાં ભાજપની સરકાર બની, કામમાં ફરી ઝડપ આવી અને હવે રિફાઇનરીનું ઉદ્ઘાટન થઈ ગયું છે.
મેષ: ગણેશજી કહે છે કે આજે તમને વ્યક્તિગત સંબંધોમાં પણ સારા પરિણામો જોવા મળશે. તમારા પ્રિયજનો સાથે સમય પસાર કરવાનો પ્રયાસ કરો, કારણ કે તેનાથી સંબંધ વધુ મજબૂત બનશે. આ સમય દરમિયાન વાતચીતમાં પ્રામાણિકતા અને ખુલ્લાપણું જાળવો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજે શારીરિક પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. યોગ અથવા વર્કઆઉટ દ્વારા તમે તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો કરી શકો છો. આર્થિક રીતે, આજે તમારી કરેલી નાની બચત ભવિષ્યમાં લાભદાયી સાબિત થઈ શકે છે. આજે નાણાકીય નિર્ણયો સમજી-વિચારીને લો. એકંદરે, આજનો દિવસ તમને નવા અનુભવો અને નવી તકો આપનારો રહેશે. સકારાત્મક વિચારસરણી અને યોગ્ય દૃષ્ટિકોણ સાથે દિવસનો સામનો કરો. લકી નંબર: 12, લકી કલર: કાળો









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
