<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

PF ખાતું હવે બનશે તમારું ‘પર્સનલ ATM': મે મહિનાથી UPI અને કાર્ડ દ્વારા પૈસા ઉપાડી શકાશે

ઇમરજન્‍સીમાં ૫૦% સુધીની રકમ મિનિટોમાં સીધી બેંક ખાતામાં કે રોકડ સ્‍વરૂપે મેળવી શકાશે : EPFO ૩.૦ અંતર્ગત ૭ કરોડથી વધુ કર્મચારીઓના નસીબ ખુલશેઃ ઓફિસોના ધક્કા અને અઠવાડિયાની રાહ જોવાની પળોજણનો આવશે અંત

નવી દિલ્‍હી, તા.૮: ભારતના કરોડો નોકરિયાત વર્ગ માટે અત્‍યાર સુધી પીએફના પૈસા ઉપાડવા એટલે સરકારી કચેરીઓના ચક્કર અને લાંબી વહીવટી પ્રક્રિયાનો સામનો કરવો એવો અર્થ થતો હતો. પરંતુ, મે ૨૦૨૬ ના અંત સુધીમાં આ ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે. કેન્‍દ્રીય શ્રમ મંત્રાલય દ્વારા 'EPFO 3.0' પ્રોજેક્‍ટના ભાગરૂપે એક હાઈ-ટેક સુવિધા લોન્‍ચ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત પીએફ ધારકોને સમર્પિત પીએફ એટીએમ કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ અને UPI એકીકરણ દ્વારા તમે તમારા પીએફ ખાતામાંથી નાણાં એવી રીતે ઉપાડી શકશો જાણે તમે તમારા સામાન્‍ય બચત ખાતામાંથી વ્‍યવહાર કરી રહ્યા હોવ. આ સુવિધાથી ખાસ કરીને મધ્‍યમ વર્ગના લોકો માટે મેડિકલ ઇમરજન્‍સી કે અન્‍ય આકસ્‍મિક જરૂરિયાતો સમયે નાણાંની તંગી દૂર થશે.

આ નવી સિસ્‍ટમની કાર્યપદ્ધતિ વિશે વાત કરીએ તો, તે સંપૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ હશે. પ્રારંભિક યોજના મુજબ, સબ્‍સ્‍ક્રાઇબર્સ તેમના કુલ જમા બેલેન્‍સના ૫૦% સુધીની રકમ કોઈપણ એટીએમ મશીન દ્વારા અથવા તો જી-પે અને ફોન-પે જેવા યુપીઆઈ પ્‍લેટફોર્મ પરથી ટ્રાન્‍સફર કરી શકશે. જોકે, આ આધુનિક સુવિધાનો લાભ લેવા માટે તમારા શ્‍ખ્‍ફ નું કેવાયસી પૂર્ણ હોવું અત્‍યંત અનિવાર્ય છે. જેમાં તમારો પાન કાર્ડ  બેંક ખાતાની વિગતો અને આઈડી પ્રૂફ લિંક હોવા જોઈએ. આ સુવિધા અમલમાં આવતાની સાથે જ પીએફ ઉપાડવાની પ્રક્રિયા જે દિવસો લેતી હતી, તે હવે સેકન્‍ડોમાં પૂર્ણ થશે.

કેન્‍દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં જ જાહેર કર્યું છે કે ચ્‍ભ્‍જ્‍બ્‍ એ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં રેકોર્ડબ્રેક ૮.૩૧ કરોડ દાવાઓનું સફળતાપૂર્વક સમાધાન કર્યું છે, જેમાંથી ૭૧% થી વધુ કેસો તો માત્ર ત્રણ જ દિવસમાં ઉકેલી દેવામાં આવ્‍યા હતા. આ આંકડાઓ દર્શાવે છે કે સંસ્‍થા હવે વધુ કાર્યક્ષમ બની રહી છે. એટીએમ અને યુપીઆઈ સેવા શરૂ થવાથી ભ્રષ્ટાચાર અને વચેટિયાઓની ભૂમિકા પણ જડમૂળથી નાબૂદ થશે. ૨૦૨૬ ના મધ્‍ય સુધીમાં સમગ્ર ભારતનો પીએફ વિભાગ સ્‍માર્ટ અવતાર ધારણ કરી લેશે, જેનાથી લાખો પરિવારોની આર્થિક સુરક્ષા વધુ મજબૂત અને સરળ બનશે. 

(3:15 PM IST)