<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

વાઘ બકરી ટી ગ્રુપના ચેરમેન પિયૂષભાઈ દેસાઈનું નિધન

૮૭ વર્ષની વયે અમદાવાદમાં લીધા અંતિમ શ્‍વાસ : પિયૂષભાઈ દેસાઈના નિધનના સમાચારથી ગુજરાતના વેપાર અને ઉદ્યોગ જગતમાં શોકની લાગણી

અમદાવાદ, તા.૧૭:  ભારતના જાણીતા ચા ઉત્‍પાદક વાઘ બકરી ટી ગ્રુપના ચેરમેન પિયૂષભાઈ દેસાઈનું ૧૫ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ના રોજ અમદાવાદમાં ૮૭ વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. હાર્ટ એટેક આવ્‍યા બાદ તેમને હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા, જ્‍યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પિયૂષભાઈ દેસાઈની અંતિમયાત્રા ૧૬ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ના રોજ અમદાવાદના મીઠાખળી વિસ્‍તારમાં આવેલા તેમના નિવાસસ્‍થાન ‘પુનિત' બંગલોઝથી નીકળી હતી.

પિયૂષભાઈ દેસાઈએ વાઘ બકરી ટી ગ્રુપ સાથે જોડાઈને છ દાયકાથી વધુ સમય ચા ઉદ્યોગમાં વિતાવ્‍યો હતો. તેઓ કુશળ ટી ટેસ્‍ટર તરીકે પણ જાણીતા હતા. ચાની ગુણવત્તા અને ઉત્‍પાદન અંગેની તેમની સમજને કારણે વાઘ બકરી બ્રાન્‍ડના વિસ્‍તરણમાં તેમણે મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

તેમના નેતળત્‍વ અને લાંબા અનુભવ દરમિયાન વાઘ બકરી બ્રાન્‍ડે ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાની ઓળખ મજબૂત બનાવી. ગ્રુપનું  ટર્નઓવર રૂ.૨,૦૦૦ કરોડથી વધુ સુધી પહોંચ્‍યું અને પેકેજ્‍ડ ચાના ક્ષેત્રમાં વાઘ બકરી દેશની અગ્રણી કંપનીઓમાં સામેલ થઈ.

મીઠાખળીથી નીકળી અંતિમયાત્રાઃ પિયૂષભાઈ દેસાઈની અંતિમયાત્રા ૧૬ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ના રોજ અમદાવાદના મીઠાખળી વિસ્‍તારમાં આવેલા તેમના નિવાસસ્‍થાન ‘પુનિત' બંગલોઝથી નીકળી હતી. ત્‍યારબાદ વી.એસ. હોસ્‍પિટલ ખાતે આવેલા સ્‍મશાનગળહમાં તેમના અંતિમ સંસ્‍કાર કરવામાં આવ્‍યા હતા.

તેમના નિધનના સમાચારથી ગુજરાતના વેપાર અને ઉદ્યોગ જગતમાં શોકની લાગણી પ્રસરી હતી. ચા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ઉપરાંત અનેક ઉદ્યોગપતિઓ અને વ્‍યવસાયિક ક્ષેત્રના અગ્રણીઓએ પિયૂષભાઈ દેસાઈના નિધનને લઈને શોક વ્‍યક્‍ત કર્યો હતો.

છ દાયકાથી વધુ ચા ઉદ્યોગ સાથે જોડાણ

પિયૂષભાઈ દેસાઈની કારકિર્દી માત્ર વ્‍યવસાય પૂરતી સીમિત રહી નહોતી. ચાની પસંદગી, ગુણવત્તા અને ટેસ્‍ટિંગના ક્ષેત્રમાં તેમના લાંબા અનુભવને કારણે તેઓ ચા ઉદ્યોગમાં જાણીતા નામ બન્‍યા હતા. વાઘ બકરી બ્રાન્‍ડને દેશ-વિદેશમાં વિસ્‍તારવામાં તેમનું યોગદાન મહત્‍વનું રહ્યું હતું. તેમના નિધનથી વાઘ બકરી ટી ગ્રુપ અને સમગ્ર ચા ઉદ્યોગે એક અનુભવી ચા નિષ્‍ણાત અને ઉદ્યોગસાહસિકને ગુમાવ્‍યો છે.

(10:24 AM IST)